ન્યુ ગાંધીનગરથી પ્રચલિત એવા રાયસણ રાંદેસણ કુડાસણ કોબા ખાતે કોરોના ના દર્દીઓ નો રાફડો ફાટયો છે ત્યારે ઉર્જાનગર શુકન સ્કાય જેવી સોસાયટીઓમાં મોટા ભાગના રહેવાસીઓ માં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં તોતિંગ વધારા થી સ્થિતિ સર્જાઈ છે ત્યારે ગાંધીનગર મનપાની ચૂંટણી આવી રહી છે ત્યારે ઉમેદવારોએ જ્યાં પણ પ્રચારમાં જાય છે ત્યાં દરવાજા અને તમામ ગેટ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે સ્થિતિ સ્ફોટક બની છે પણ બાજુમાં આવેલી એસ એમ વી એસ હોસ્પિટલ હાઉસફૂલ કોરોના ના દર્દીઓ ના કારણે થઈ ગઈ છે બેડની પણ જગ્યા નથી ત્યારે મોટાભાગના ગાંધીનગરની પ્રાઇવેટ હોસ્પિટલોમાં અમદાવાદથી લોકો અહીંયા દાખલ થવા આવી રહ્યા છે.
ગાંધીનગર એવા ન્યુ જંકશન કોરોનાનું બની રહ્યું છે ત્યારે કોરોના ના દર્દીઓ ફક્ત જોવા જઈએ તો બે હજારથી વધારે ન્યુ ગાંધીનગરમાં જોવા મળી રહ્યા છે ત્યારે મોટાભાગની હોસ્પિટલો પર હોવાથી ઘરે પોતે હોમ ક્વોરોન્ટાઈન થઇ ગયા છે ત્યારે ગાંધીનગર ખાતે ચૂંટણી પ્રચારમાં જ્યાં પણ ઉમેદવારોએ પ્રચારમાં જાય છે ત્યાં થી નો એન્ટ્રી હોય તેમ કોરોના પોઝિટિવ હોવાનું જણાવતા મતદાનના ફાંફાં પડે તેવી સ્થિતિ સર્જાઈ છે ગાંધીનગર ખાતેની અનેક સોસાયટીઓ, ફ્લેટોમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે આમ સરકારી આંકડા ભલે જે કહેતા હોય પણ બે હજારથી વધારે કોરોના ના દર્દીઓ હાલ ન્યુ ગાંધીનગર ખાતે છે ત્યારે એક શુકન સ્કાય ખાતે ફક્ત ૧૨૦ જેટલા દર્દીઓ કોરોના પોઝિટિવ હોય પોતે ઘરમાં હોમ ક્વોરોન્ટાઈન થઇ ગયા છે ત્યારે હવે સાચા આંકડા જાણવા હોય તો ન્યુ GJ-18ખાતે તપાસ કરાવો