GJ-18 ખાતે ચૂંટણી નો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે એવી સ્થિતિ સર્જાઈ છે કે ગાંધીનગર આખાને કોરોના એ બાનમાં લીધું છે કોરોના દર્દીઓ ગાંધીનગર ન્યુ અને ઓલ્ડ ખાતે સંખ્યા વધી રહી છે ત્યારે ગાંધીનગર ખાતે તો ઘરે-ઘરે સોસાયટીઓ, ફલેટો, મકાનોમાં કોરોના ના દર્દીઓ હોમ ક્વોરોન્ટાઈન છે ત્યારે મતદાન ૩૦ ટકા થાય તો સારું ૩૦ ટકાથી પણ ઓછું મતદાન થાય તેવી શક્યતા છે ત્યારે એક નાગરિકે જણાવ્યું હતું કે કોરોનાની વિષમ સ્થિતિમાં અત્યારે ચૂંટણી પાછી મેળવી જોઈએ અથવા રદ કરવી જોઈએ કારણ કે મોટાભાગના મતદારો અત્યારે કોરોના થી પીડાઈ રહ્યા છે અને દહેશત તથા ડરનો માહોલ હોવાથી કોઈપણ સંજોગે મતદાનથી દૂર રહેવું એ જ સાચો ઉપાય હોવાનું જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતેના વસાહત મંડળો દ્વારા ચૂંટણી ન યોજાય તે માટે કલેકટરથી લઈને કમિશનર અને ચૂંટણી પંચને પણ પત્ર પાઠવ્યો હતો પણ ચૂંટણી પંચ દ્વારા ચુંટણી જાહેર કર્યા બાદ કોરોના ની સ્થિતિ વકરી છે મતદાન એ મહાદાન કરતા કોરોનાથી જીવ બચાવવો એ જ મહામૂલ્ય હવે લોકો ઘણી રહ્યા છે ત્યારે મતદાનથી વંચિત રહેવા માં હવે પ્રજા શાખ પણ માની રહી છે ત્યારે ભીડ ભેગી ન કરીને મતદાન કરવા લાઈનમાં ઉભા રહેવું પડે અને ઉમેદવારોના બટન ન હોય ત્યાં વારંવાર આંગળી અડાડતા કોરોના ના ઝાડ પર ચડવું એના કરતાં મતદાન ન કરવું પ્રજામાં પોતાના હિતમાં આ માની રહી છે ત્યારે ૩૦ ટકા મતદાન પણ નહીં થાય તેવી ભિતી તમામ લોકોએ સેવી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારો જ્યાં પણ ચૂંટણીપ્રચાર માં જાય છે તેમાં ગાંધીનગર ખાતે બહારથી નમસ્કાર, નો એન્ટ્રી કહી રહ્યા છે કોરોનાની મહામારી અત્યારે પ્રજાજનોને પરિવાર ની સલામતી પ્રથમ હોય જેથી મતદાનથી દૂર રહેવા માગે છે ત્યારે ન્યુ ગાંધીનગર ખાતે સ્થિતિ અને કફોડી બની ગઈ છે મોટાભાગના મતદારો કોરોના ના કારણે આઇસોલેટ અને ક્વોરેન્ટાઇન થઈ ગયા છે ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારોને પ્રચારમાં પણ મોત નાપા પડે તેવી ભીતિ ચોક્કસ સેવાઈ રહી છે.