GJ-18 ખાતે ચુંટણી પ્રચાર માટે ઊંચા ઘોંઘાટ વાળા લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ

Spread the love

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી તા. ૧૮મી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ યોજાનાર છે.ચૂંટણી દરમ્યાન રાજકીય પક્ષોના ઉમેદવારો, તેના કાર્યકર્તાઓ, અપક્ષ ઉમેદવારો, ચૂંટણી એજન્ટો, સમર્થકો, ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટા પાયે કરે છે. પ્રચાર માટે ઉંચા અવાજે લાઉડ સ્પીકરોના ઉપયોગના કારણે ખૂબ જ ધ્વનિ પ્રદૂષણ પેદા થાય છે. આમ જનતાની શાંતિમાં ખેલેલ પહોંચે છે. જેથી ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન બેફામ અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ જાહેરનામું બહાર પાડી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ગાંધીનગરે મુક્યો છે.

જાહેરનામામાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ગાંધીનગરે જણાવ્યું છે કે, કોઇપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવીને સવારના ૬.૦૦ કલાક થી રાતના ૧૦.૦૦ કલાક સુધી જ થઇ શકશે. ચૂંટણી પ્રચાર માટે જાહેર મંચ ઉપર અથવા મોટર વ્હીકલ એક્ટ હેઠળના સક્ષમ અધિકારીની નિયમોનુસારની પરવાનગી મેળવ્યા સિવાય કોઇપણ પ્રકારના વાહન પર ચૂંટણી પ્રચાર અર્થે કોઇપણ પ્રકારના લાઉડ સ્પીકર મુકી શકશે નહી. કોઇપણ પ્રકારના લાઉડસ્પીકરના ઉપયોગ માટે પરવાનગી/પરમીટ મેળવ્યા પછી તેનો ઉપયોગ કરનારે તે વિસ્તારના પોલીસ મથકને અને સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રીને તથા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને ઉપયોગ કરતા પહેલાં લેખિતમાં જાણ કરવાની રહેશે. લેખિત પરવાનગી વગર કોઇપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે, તો ઉપયોગમાં લેવાયેલ લાઉડ સ્પીકર તથા લાઉડ સ્પીકર મુકવા માટે ઉપયોગમાં લેવાયેલ તમામ સાધન કે ઉપકરણો જપ્ત કરવામાં આવશે. વધુમાં જણાવ્યું છે કે, કોઇપણ મતદાન વિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલ સમયના ૪૮ કલાક પહેલાના સમયગાળા દરમ્યાન કોઇપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com