RCBના વિજય ઉત્સવમાં 11નાં મોત, ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ, મહિલાએ પણ જીવ ગુમાવ્યો

Spread the love

 

બેગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના IPL 2025ના વિજયની ઉજવણી દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક થયેલી ભાગદોડ જેવી સ્થિતિમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા. આ દુ:ખદ ઘટના ત્યારે બની જ્યારે હજારો ચાહકો તેમની ચેમ્પિયન ટીમને જોવા માટે સ્ટેડિયમના દરવાજા પર એકઠા થયા હતા. RCBએ પંજાબ કિંગ્સને છ રનથી હરાવીને તેમની પહેલી IPL ટ્રોફી જીત્યા બાદ શહેરમાં ઉત્સાહ ચરમસીમાએ હતો.

ચાહકો સ્ટેડિયમની બહાર એકઠા થયા

તમને જણાવી દઈએ કે બુધવારે સાંજે, એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ મચી ગઈ હતી, જ્યાં ચાહકો RCBની જીતની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. મોટી સંખ્યામાં ભીડને કારણે સ્ટેડિયમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે નાસભાગ મચી ગઈ, જેમાં 11 લોકો માર્યા ગયા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા.

ચાહકો સ્ટેડિયમની દિવાલો પર ચઢી ગયા

ચાહકો એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની દિવાલો અને વાડ પર ચઢી ગયા. તે જ સમયે, પોલીસે લોકોને ત્યાંથી જતા રહેવા અને આવી પ્રવૃત્તિઓમાં સામેલ ન થવા અપીલ કરી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ચાહકો મોટી સંખ્યામાં તેમની ચેમ્પિયન ટીમની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા. તમને જણાવી દઈએ કે આજે અહીં કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન દ્વારા તમામ RCB ખેલાડીઓ માટે એક ખાસ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચી શકી નહીં

પોલીસે જણાવ્યું હતું કે રસ્તાઓ પર ભીડને કારણે એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચી શકી નહીં. એક અલગ ઘટનામાં, સ્ટેડિયમમાં કૂદવા માટે ગેટ પર ચઢતી વખતે એક ચાહક પડી ગયો અને તેનો પગ તૂટી ગયો.

ડેપ્યુટી સીએમએ ટીમનું સ્વાગત કર્યું

બુધવારે શરૂઆતમાં, જ્યારે RCB ટીમ અહીં HAL એરપોર્ટ પર પહોંચી, ત્યારે ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારે વ્યક્તિગત રીતે તેમનું સ્વાગત કર્યું. તેમણે દરેક ખેલાડીને ગુલદસ્તો અર્પણ કર્યો. શિવકુમારે ખાસ કરીને ક્રિકેટર વિરાટ કોહલીનું સ્વાગત કર્યું અને તેમને RCB ટીમનો ધ્વજ અને કન્નડ ધ્વજ બંને ભેટ આપ્યા. વિરાટ કોહલીએ ખુશીથી ધ્વજ સ્વીકાર્યા અને ડેપ્યુટી સીએમ સાથે તસવીરો પડાવી. શિવકુમાર એરપોર્ટ જતી વખતે તેમની કારમાંથી RCBનો ધ્વજ લહેરાવતા પણ જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *