
વડાપ્રધાનન નરેન્દ્ર મોદીએ 11 વર્ષના શાસન કાળની સિદ્ધિઓ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, આ સમયગાળામાં ભારત સૌથી વધુ ઝડપથી વિકસતા અર્થતંત્રની સાથે ક્લાઈમેટ એક્શન અને ડિજિટલ ઈનોવેશન જેવા મુદ્દામાં વૈશ્વિક સ્તરે પ્રભાવશાળી બન્યું છે. ગવર્નન્સ અને ટ્રાન્સફોર્મેશન પર સ્પષ્ટ ફોકસ સાથે આ સોમવારે સરકારે કેન્દ્રમાં શાસનને 11 વર્ષ પૂરા કર્યાં છે.
વડાપ્રધાને વર્તમાન કેન્દ્રિય મંત્રીઓની યાદી શેર કરી હતી. આ યાદી મુજબ કેન્દ્રના 60 ટકા મંત્રીઓ એસસી, એસટી અને ઓબીસી શ્રેણીના છે. વડાપ્રધાને પોસ્ટમાં જણાવ્યું હતું કે, 140 કરોડ ભારતીયોના આશીર્વાદ અને સામૂહિક ભાગીદારીના કારણે ભારતના વિવિધ ક્ષેત્રોમાં ઝડપથી કાયાપલટ થઈ રહી છે. ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ના સિદ્ધાંતો અનુસાર એનડીએ સરકારે ઝડપથી અને વ્યાપક સ્તરે ઉદારણીય પરિવર્તન લાવી દીધાં છે. આર્થિક વૃદ્ધિથી માંડીને સામાજિક ઉત્થાન સુધીના તમામ પાસામાં સરકારનો અભિગમ લોકાભિમુખ અને સર્વસમાવેશી રહ્યો છે.
આ સફળતા આપણા સૌની છે અને તેના પર ગર્વ છે. જો કે આ સાથે વિકસિત ભારતના નિર્માણ માટે આગળ વધવાનું છે. તેમણે હેશટેગ ‘11 યર ઓફ સેવા’ પોસ્ટ સાથે વિવિધ ક્ષેત્રોમાં આવેલા અસરકારક પરિવર્તનોની લિન્ક શેર કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકાર આ મહિને ૧૧ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આ ૧૧ વર્ષોમાં, NDA સરકારના એવા કયા ૧૧ કાર્યો છે જેણે સમગ્ર દેશની અર્થવ્યવસ્થાનું ચિત્ર બદલી નાખ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકાર આ મહિને ૧૧ વર્ષ પૂર્ણ કરશે. ૨૦૧૪માં પ્રચંડ બહુમતીથી જીતીને સત્તામાં આવેલી આ સરકારે ૨૦૧૯ અને ૨૦૨૪માં જબરદસ્ત વાપસી કરી. આ ૧૧ વર્ષોમાં, સરકારે ઘણા મોરચે કામ કર્યું જેના કારણે આજે દેશની અર્થવ્યવસ્થાનું ચિત્ર બદલાઈ ગયું છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશમાં આર્થિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ બદલાવ આવ્યા છે. આ 11 કામ એવા છે જે દેશની સમગ્ર તસવીર જ બદલાવી દેવા માટે જવાબદાર રહ્યા છે. જેના કારણે ભારત આજે દુનિયાનું ચોથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ
રાષ્ટ્રીય હાઇવેની લંબાઈ 91,000 કિમીથી વધારીને 1.46 લાખ કિમી કરી.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે માટે બજેટમાં 570% નો વધારો કર્યો.
રેલ્વે સિસ્ટમનો વિસ્તરણ અને આધુનિકીકરણ
રેલ માર્ગનું વિસ્તરણ અને વિદ્યુતીકરણ
PM મોદીએ ચિનાબ બ્રિજનું ઉદઘાટન કર્યું, કશ્મીરથી કન્યાકુમારી સુધી રેલ માર્ગ જોડાયો.
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 1300થી વધુ સ્ટેશનોનું રીડેવલપમેન્ટ.
136 વર્લ્ડ ક્લાસ વદે ભારત ટ્રેનો શરૂ કરવી.
શહેરી પરિવહન-મેટ્રો સેવા: મેટ્રો નેટવર્કનો વિસ્તાર 5 શહેરોથી વધારીને 23 શહેરો સુધી કરવો. મેટ્રો નેટવર્ક હવે 1000 કિમીથી વધુ છે.
હવાઇ પ્રવાસનો વિસ્તારો: એરપોર્ટની સંખ્યા 74 થી વધારીને 160 કરી. UDAN યોજના હેઠળ 1.51 કરોડ લોકોને સબસિડાઈઝડ હવાઇ મુસાફરી મળી.
અવકાશ સંશોધન અને સ્પેસ સેક્ટર
ઇસરો દ્વારા ચંદ્રમાની દક્ષિણ ધ્રુવ પર સોફટ લૅન્ડિંગ
ભારત પહેલો દેશ જે આ સફળતા હાંસલ કરી.
200થી વધુ સ્ટાર્ટઅપ્સ સ્પેસ સેક્ટરમાં કાર્યરત.
જલ માર્ગો અને પાણી પરિવહન
કેરળમાં પહેલી વોટર મેટ્રો શરૂ
બનારસ થી હલ્દિયા વચ્ચે ઇનલૅન્ડ વોટરવે બનાવવામાં આવ્યું.
સી-પ્લેન પોર્ટ્સ વિકસાવ્યા.
કૃષિ અને ખેડૂતો માટે પગલાં
PM કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ વર્ષે 6,000 રૂપિયા સહાય
9 કરોડ ખેડૂતોને લાભ.
કિમતિ વધારેલા MSP અને PM ફસલ બીમા યોજના મહિલાઓ અને સામાજિક વિકાસ
90 લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવ્યાં.
10 કરોડ મહિલાઓને લોન મળી.
12 કરોડ શૌચાલય, 10 કરોડ ગેસ કનેક્શન્સ, 15.6 કરોડ ઘર સુધી નલ જળ પહોંચાડ્યું.
ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સ
52.5 કરોડ લોન ફાળવી.
1.6 લાખ સ્ટાર્ટઅપ્સ ઉભા કર્યા.
1.6 કરોડ યુવાઓનું કૌશલ્ય વિકાસ.
490 નવી યુનિવર્સિટીઓ અને 8100 નવા કોલેજો.
PLI યોજના દ્વારા ભારત વિશ્વમાં બીજું સૌથી મોટું ફોન મેન્યુફેકટયરિંગ હબ
બની રહ્યો.
આત્મનિર્ભર રક્ષા ક્ષેત્ર
INS વિક્રાંત એરક્રાફ્ટ કેરિયર જેવું મોટું પ્રોજેક્ટ.
ડિફેન્સ એક્સપોર્ટ 33 ગણા વધ્યું
સોફટ પાવરનું પણ કાયમી મજબૂતિકરણ
આર્થિક વિકાસ સાથે-સાથે પીએમ મોદી સરકારના 11 વર્ષોમાં ભારતની સોફ્ટ
પાવર- એટલે કે કલા, સંસ્કૃતિ અને વારસાની દુનિયાભરમાં એક નવી ઓળખ ઊભી કરવામાં આવી છે.
મુખ્ય ઉપલબ્ધિઓ:
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ
હિંદુ સંસ્કૃતિના પવિત્ર તીર્થ અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિરનું નિર્માણ કરાવીને
એક ઐતિહાસિક કાર્ય પૂર્ણ થયું
કોશીથી મહાકાલ સુધી_CORRIDOR વિકાસ
કાશી વિશ્વનાથ ધામ કોરિડોર
ઉજ્જૈન મહાકાલ મહાલોક
આવાં પવિત્ર સ્થળોને આધુનિક સગવડો સાથે વૈભવી બનાવવામાં આવ્યા,
જેના કારણે સ્થાનિક આર્થિક વિકાસ અને ધાર્મિક પર્યટન બંનેને વેગ મળ્યો.
G20 સમિટ – ભારતીય સંસ્કૃતિનો વૈશ્વિક પ્રચાર
ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G20 સમિટમાં મહેમાનોને યોગ, આયુર્વેદ
ભારતીય સંગીત, હસ્તકલા અને સ્થાનિક રસોઈથી વિશ્વ પર ચમત્કારિક છાપ આપી.
ચોરી ગયેલી ઐતિહાસિક કલાકૃતિઓની વાપસી
વર્ષ 2014 બાદ 642 ભારતીય ઐતિહાસિક મૂર્તિઓ અને કલાઓ દુનિયાનાં વિવિધ દેશોમાંથી પાછી લાવવામાં આવી.
પહેલા માત્ર 13 ક્લાકૃતિઓ જ પાછી આવી હતી.