બેંગલુરુમાં એન્જિનિયરે ચાકુના 17 ઘા મારીને પ્રેમિકાની હત્યા કરી

Spread the love

 

કર્ણાટક

કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં સોફ્ટવેર એન્જિનિયરે પરિણીત અને બે બાળકોની માતાની ઓયો હોટલમાં ક્રૂરરીતે હત્યા કરી દીધી છે. 25 વર્ષીય એન્જિનિયર 33 વર્ષીય વર્ષીય પરિણીત મહિલાના પ્રેમમાં પાગલ હતો. માનવામાં આવી રહ્યું છે કે મહિલાએ સંબંધ ખતમ કરવાની વાત કરી તો યુવક રાક્ષસ બની ગયો હતો અને પોતાની 33 વર્ષીય પ્રેમિકા પર ચાકુના 17 ઘા કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટના શુક્રવારે રાત્રે બની હતી, પરંતુ બે દિવસ પછી પોલીસને તેની માહિતી મળી હતી.
બેંગુલુરુના સુબ્રમન્યપુરા પોલીસ સ્ટેશનના અધિકારીના કહેવા મુજબ, હરિણી અને યશસની વચ્ચે લાંબા સમયથી પ્રેમસંબંધ હતા. આ સંબંધને કારણે હરિણીના પરિવારમાં તકરાર થતી હતી. એટલે હરિણીએ યશસને કહ્યું કે એ સંબંધ ખતમ કરવા ઈચ્છે છે.
શુક્રવારની રાત્રે બંને બેગલુરુની એક ઓયો હોટલમાં મળ્યા હતા. હોટલ રૂમમાં હરિણીએ યશસને કહ્યું કે હવે હું આ સંબંધ રાખી શકું તેમ નથી. એટલે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન યશસને ગુસ્સો આવ્યો અને હરિણીને એક પછી એક ચાકુના 17 ઘા મારી દીધા હતા. પોલીસે યશસની ધરપકડ કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *