અમેરિકાના રાષ્ટ્રીય ઈન્ટેલીજન્સના વડા તુલસી ગબાર્ડ એક અત્યંત ગંભીર વિધાન આપ્યું

Spread the love

 

 

 

વોશિંગ્ટન ડી સી,

રશિયા અને યુક્રેન વચ્ચે સતત ભીષણ બનતા જતા યુદ્ધ અને હવે યુરોપના દેશોને પણ રશિયા તેના પર આક્રમણ કરશે તેવી ચિંતા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રીય ઈન્ટેલીજન્સના વડા તુલસી ગબાર્ડ એક અત્યંત ગંભીર વિધાનમાં કહ્યું હતું કે વિશ્વ અગાઉ કયારે પણ ન હતુ તેટલુ અણુયુદ્ધની નજીક પહોંચી ગયુ છે. યુક્રેને જે રીતે રશિયા પર ગત સપ્તાહ ભીષણ ડ્રોન હુમલાથી રશિયાની હવાઈદળની તાકાત તોડી છે. ખાસ કરીને અણુશસ્ત્રો વહન કરતા વિમાનોનો કચ્ચરઘાણ કાઢયો હતો તે પછી રશિયામાં પણ હવે યુક્રેનને તબાહ કરવાની તૈયારી કરી છે.

ખાસ કરીને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન આ યુદ્ધનો અંત લાવવા અણુશસ્ત્રોનો મર્યાદીત ઉપયોગ કરી શકે છે તેવી ચિંતા દુનિયાભરમાં છે તે વચ્ચે તુલસી ગબાર્ડનું આ વિધાન ખૂબ જ મહત્વનું છે. તેઓએ કોઈનુ નામ લીધા વગર જણાવ્યુ છે. એક રાજકીય ગ્રુપ વિશ્વ શક્તિઓ વચ્ચે અથડામણ ઉભી કરવા માંગે છે. તેમણે કોઈ નામ લીધુ ન હતુ પણ સંભવત ઈશારો ચીન ભણી હતો.

તેઓએ કહ્યું કે મે હાલમાં જ હિરોશીમાની મુલાકાત લીધી હતી અને 1945ના એક જ અણુબોમ્બથી જે વિનાશનો દાવાનળ સર્જાયો તેનો અનુભવ કર્યો હતો. તુલસીએ કહ્યું કે, જેઓ અણુયુદ્ધ કરાવવા માંગે છે તેમાં તે વિશ્વ છે કે તેમની પાસે અણુ હુમલા સામે સુરક્ષિત રાખતા બેંકર્સ છે જે બીજાને ઉપલબ્ધ નથી પણ હવે એ સમય આવી ગયો છે કે આ પ્રકારના ગાંડપણ સામે સૌ અવાજ ઉઠાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *