જહાજમાં આગ લાગતા ભારતીય નેવીનું દિલધડક ઓપરેશન : 14ને બચાવાયા

Spread the love

યૂ જિંગે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, ‘અમે ભારતીય નૌકાદળ અને

મુંબઈ કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવેલા બચાવ અભિયાન માટે આભાર વ્યક્ત કરીએ છીએ.

 

 

 

કેરળ

કેરળના તટે સિંગાપુર ફ્લેગવાળા જહાજમાં આગ લાગ્યા બાદ ભારતીય નૌકાદળ દ્વારા તેમના ચાલક દળને સફળતાપૂર્વક બચાવ્યાના એક દિવસ બાદ ચીને ભારતનો આભાર માન્યો છે. ભારતમાં સ્થિત ચીની દૂતાવાસની પ્રવક્તા યૂ જિંગે ભારતીય નૌકાદળ અને મુંબઈ કોસ્ટ ગાર્ડનો બચાવ અભિયાન માટે આભાર માન્યો છે. આ જહાજ પર 14 ચીની નાગરિક સવાર હતા. યૂ જિંગે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, ‘અમે ભારતીય નૌકાદળ અને મુંબઈ કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવેલા બચાવ અભિયાન માટે આભાર વ્યક્ત કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે, આગળના સર્ચ ઓપરેશન સફળ રહે અને ઈજાગ્રસ્ત ચાલક દળના સભ્યો જલ્દી સ્વસ્થ થાય તેવી શુભકામના પાઠવીએ છીએ.’
કોઝિકોડ, કેરળ તટ પાસે એમવી વાન હાઈ 503 નામના સિંગાપુર ફ્લેગવાળા કન્ટેનર જહાજમાં ધમાકા બાદ આગ લાગી હતી. આ જહાજ પર કુલ 22 ક્રૂ મેમ્બર સવાર હતા, જેમાં 14 ચીની નાગરિક સામેલ હતા. પ્રવક્તા યૂ જિંગ અનુસાર, આ 14 ચીની નાગરિકોમાંથી 6 તાઇવાનના હતા. ઘટનાની સૂચના મળતા જ ભારતીય નૌકાદળે તુરંત કાર્યવાહી કરતા INS સુરતને કોચી બંદરથી વળાવીને ઘટનાસ્થળ મોકલ્યું. ભારતીય કોસ્ટ ગાર્ડે પણ અનેક સંસાધનોને રાહત કાર્યમાં લગાવી દીધા. જેમાં ICGS રાજદૂત (મંગલૂરૂ તટથી), ICGS અર્ણવેશ (કોચી તટથી) અને ICGS સચેત (અગત્તી તટથી) સામેલ હતા. એક સીજી ડોર્નિયર વિમાનને પણ સ્થિતિનું મૂલ્યાંકન કરવા મોકલવામાં આવ્યું હતું. આગ પર આંશિક રૂપે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ જહાજમાંથી ખૂબ જ ધુમાડો થઈ રહ્યો હતો. મોડી રાત્રે 18 ક્રૂ મેમ્બરને બચાવીને મંગલુરૂ લાવવામાં આવ્યા હતાં, જોકે 4 સભ્ય ગુમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *