GJ-18 શહેરમાં ચૂંટણીઓ ચાલી રહી છે અને દરરોજ ચૂંટણી લડતા મુરતિયાઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે અહીંયા પબ્લિકનો જનાદેશ ચૂંટણી રદ કરીને અત્યારે તાત્કાલિક વહીવટદારની નિમણુંક કરવી જોઈએ તેવો મત પ્રવર્તી રહ્યો છે ત્યારે ગાંધીનગર ખાતેના લવારપુર ગામના સરપંચે ગામમાં સાત જેટલા કેસો કોરોના પોઝિટિવ આવતા ૧૪ દિવસ માટે સ્વયંભૂ લોકડાઊન કરી દેવામાં આવ્યું છે 2000ની વસ્તી વાળું લવારપુર ની સરપંચ ને ચિંતા છે ત્યારે ગાંધીનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં હજારો કે અત્યારે કોરોના પોઝિટિવ આવી રહ્યા છે તેની તંત્રને ચિંતા નથી ત્યારે લવારપુર ગામે લોકડાઊન કરાતા ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રજામાં અત્યારે એક જ પ્રશ્ન પૂછાઇ રહ્યો છે કે મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં અમે મતદાન કરવા જવાના નથી જાકારો આપવાના છીએ તો ચૂંટણી યોજવા છું ચૂંટણીપંચ કેમ ચૂપ છે? કોરોનાની મહામારી માં પ્રધાનો વિચાર કરવો જરૂરી છે ત્યારે હવે પ્રચારમાં પણ ઘણી જગ્યાએ ઉમેદવારો કોરોના પોઝિટીવ થઇ રહ્યા છે.