નવી વસ્તી ગણતરીના આંકડા આવ્યા બાદ સીમાંકન પણ કરવામાં આવશે, સરકાર 33 ટકા મહિલા અનામત લાગુ કરવા પ્રતિબદ્ધ: 2029 માં અમલી થઈ શકે

Spread the love

કેન્દ્ર  સરકાર 33 ટકા મહિલા અનામત લાગુ કરવા પ્રતિબદ્ધ: 2029 માં અમલી થઈ શકે!

 

 

 

 

કેન્દ્ર સરકાર લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપવા સંબંધી કાયદાને આગામી સામાન્ય ચૂંટણીમાં લાગુ કરવા માટે પુરી રીતે પ્રતિબદ્ધ છે. અનામત લાગુ કરતા પહેલા વસ્તીનાં નવા આંકડા અને તેના આધારે સીમાંકનનુ કામ પણ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીનાં નેતૃત્વમાં એનડીએ સરકારની સતામાં સતત 11 વર્ષ પુરા થવાની તમામ સિદ્ધિઓની સાથે સરકાર પોતાનાં ભાવી એજેન્ડાને પણ લાગુ કરવા માટે ઝડપથી કામ કરી રહી છે. સરકારના વરિષ્ઠ સુત્રોએ જણાવ્યું હતું કે, તે મહિલા અનામત કાયદા પર અમલ માટે પુરી રીતે પ્રતિબદ્ધ છે. તે આગામી લોકસભા ચૂંટણી (વર્ષ 2029) ના સમયે સામાન્ય ચૂંટણી અને વિધાનસભા ચુંટણીમાં મહિલા અનામત કાયદાને લાગુ કરશે. સરકારે વસ્તી ગણતરી પર કામ શરૂ કરી દીધી છે.2027 સુધીમાં દેશભરની વસ્તી ગણતરીનાં નવા આંકડા તેની પાસે હશે. ત્યારબાદ સરકાર સીમાંકન આયોગની રચના કરશે જે દેશભરમાં લોકસભા સીટોનું સીમાંકન કરશે. સુત્રો અનુસાર આયોગ જ એ નિર્ણય કરશે કે વસ્તી અને ક્ષેત્રફળનાં પ્રમાણમાં કયા રાજયમાં કેટલી સીટ રાખવામાં આવે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણના રાજયોનો વાંધો રહ્યો છે કે ઉતર ભારતમાં વસ્તી વધારો લાગુ થાય છે. જયારે દક્ષિણ ભારતના રાજય વસ્તી નિયંત્રણ પર કામ કરે છે. આ સ્થિતિમાં સીટોમાં વધારો ઉતર ભારતમાં વધુ થશે અને દક્ષિણ ભારતમાં નહિં થાય. સરકાર પણ આ મુદા પર સહમત છે અને તેનું માનવુ છે કે આ બધા તથ્યો પરિસીમન આયોગ સમક્ષ લાવવામાં આવશે અને તે બધા પાસાઓ પર વિચાર કરીને યુકિત સંગત નિર્ણય કરશે સરકારે એ બાબત પર પણ સંકેત આપ્યા છે કે દક્ષિણ ભારતનાં રાજયોને કોઈ નુકશાન નહિં થવા દેવામાં આવે.લોકસભા બધા રાજયોને ઉચિત પ્રતિનિધિત્વ મળશે. સુત્રો અનુસાર આગામી વર્ષે દક્ષિણના બે મુખ્ય રાજયો તમિલનાડુ અને કેરલની સાથે સાથે પુડ્ડુચેરી વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ સ્થિતિમાં સરકાર પહેલા આ બન્ને રાજયોની જનતાને અને ત્યાંના રાજનેતાઓને એ વિશ્વાસ અપાવશે કે વસતી, સીમાંકન અને ત્યારબાદ મહિલા અનામત લાગુ થવાની દિશામાં કોઈપણ સ્તરે તેમને નુકશાન નહિં થવા દેવાય. સીટોની સંખ્યામાં વધારો સપ્રમાણ રીતે કરવામાં આવશે. જોકે તેની ફોર્મ્યુલા શું હશે તે આયોગ નકકી કરશે. પરંતુ સરકાર એ નકકી કરશે કે જે રાજયોએ વસતી નિયંત્રણને અસરકારક રીતે લાગુ કર્યુ છે તેમને કોઈપણ પ્રકારનું નુકશાન ન થાય બલકે તેમને પ્રોત્સાહીત કરવામાં આવે. સુત્રો અનુસાર ભાજપને આશા છે કે, આથી તેને આવનારી વિધાનસભા ચૂંટણીમાં કંઈક લાભ થઈ શકે છે. જો વધૂ લાભ થાય તો પણ તેના વિરોધી પક્ષો તેની વિરૂદ્ધ માહોલ બનાવીને લાભ નહિં ઉઠાવી શકે.
વડાપ્રધાન મોદીએ બુધવારે જણાવ્યું હતું કે પાયાના માળખામાં ક્રાંતિનાં 11 વર્ષ થઈ ગયા છે. ભારતનું ઝડપથી વિસ્તાર લઈ રહેલુ પાયાના માળખુ નેટવર્ક ‘જીવન સુગમતા’ ને પ્રોત્સાહન આપવાની સાથે સમૃધ્ધિ પણ વધારી રહ્યું છે. એક દાયકાથી વધુ સમયથી ચાલુ પરિવર્તનકારી પાયાના માળખાનાં વિકાસે દેશને આગળ વધાર્યો છે. એકસ પર અલગ અલગ પોસ્ટમાં પીએમ મોદીએ રેલવે, હાઈવે બંદર અને વિમાન મથક જેવા પાયાના માળખામાં ભારતની શાનદાર પ્રગતિ પર પ્રકાશ ફેંકયો હતો.તેમણે કહ્યું હતું કે રેલવેથી માંડીને હાઈવે, બંદરોથી લઈને વિમાન મથક સુધી ભારત ઝડપથી ફેલાઈ રહેલા પાયાના માળખા નેટવર્ક જીવન સુગમતાને ગતિ આપી રહ્યું છે. સમૃધ્ધિને વધારી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *