GJ-18 સિવિલ ખાતે કોરોના ના દર્દીઓ ની સ્થિતિ સ્ફોટક બની રહી છે ત્યારે બેડ પણ હાઉસફૂલ હોવાથી દર્દીઓ પરેશાન થઈ ગયા છે ત્યારે મૃત્યુ ના આંકડા પણ ચોંકાવનારા છે ત્યારે અઠવાડિયામાં સરેરાશ 110 પણ વધારે લોકો કોરોના થી મૃત્યુ પામે છે ત્યારે કોરોના ના દર્દીઓ ની સરકારી દવાખાના અને સિવિલ હોસ્પિટલ ઉભરાઇ રહી છે ત્યારે બે દિવસ પહેલા રાત્રે હોસ્પિટલ હાઉસફૂલ હોવાથી ત્રણ દર્દીઓ બેડ માટે ઝઘડ્યા હતા તેમાં એક દર્દી કહે હું પહેલા આવ્યો હતો મારો નંબર છે બીજો દર્દી ખાટલામાં સૂઇ જતાં ઉભો નહીં થવું થાય તે કરી લે તેમ દર્દીઓ પણ જીવ બચાવવા હો હા કરી રહ્યા છે ત્યારે ભારે બબાલ થતાં સિવિલમાં સિક્યુરિટી અને પોલીસ બોલાવવી પડી હતી ત્યારે કોરોના વોર્ડ માં જવાની ના પાડી દીધી હતી ત્યારે સિવિલના સત્તાધીશોએ દબાણ કરતા પોલીસે જઈને મામલો થાળે પાડયો હતો.
બેડ માટે ત્રણ દર્દીઓ દાખલ થવા બાખડયા એક બેડ ખાલી થતા ત્રણ દર્દીઓ માં ઝઘડો અને મારો પહેલો નંબર છે તેમ કહીને બબાલ કરતાં સત્તાધીશોએ ફરજ પરના કર્મચારીએ સિક્યુરિટી તથા પોલીસ બોલાવવી પડી હતી ત્યારે જીજે 18 ખાતે કોરોના ના દર્દીઓ ની કેવી સ્થિતિ છે તે ખરેખર દુઃખ દાયક છે ત્યારે માસ્ક પહેરો વારંવાર હાથ ધુઓ બાકી હાલ પ્રજા રામભરોસે હોય તેવું લાગી રહ્યું છે