GJ-18 ખાતે કોરોનાની મહામારી ના કારણે અનેક લોકોના જીવ ગયા છે અને ઘરે ઘરે કોરોનાની બિમારીના ખાટલા છે ત્યારે GJ-18 આખા જિલ્લામાં 2200 થી વધારે કેસો કોરોના પોઝિટિવ છે તંત્ર દ્વારા આંકડાને છૂપાવવામાં આવે છે તે ગ્રામ્ય વિસ્તારોમાં ચકાસવામાં આવે તો દરેક ગામમાં 50થી વધારે એવરેજ છે ત્યારે GJ-18 ખાતે ચૂંટણી પંચે ચૂંટણી તો જાહેર કરી પણ ઉમેદવારોને મત માટે પણ ફાંફા પડવાના છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી મુલતવી રાખી ને હાલ પૂરતી વહીવટદારની નિમણૂક કરવી જોઈએ તેવો સ્પષ્ટ મત વ્યક્ત કરીને રજૂઆત કરી છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ આ જ દહેશત વ્યક્ત કરીને ચૂંટણી મોકૂફ રાખવા જણાવ્યું છે ત્યારે ચૂંટણીપંચ મક્કમ છે? તે સમજાતું નથી ચૂંટણી પંચમાં પણ એક અધિકારી કોરોના પોઝિટિવ આવ્યા હોવાની પણ સૂત્રો દ્વારા માહિતી મળેલી છે.
GJ-18 ખાતે કોરોના ની મહેર મચ્યો છે ત્યારે દરેક જગ્યાએ બેડ ખૂટી ગયા છે સ્મશાનમાં વેઇટિંગ જેવી સ્થિતિ સર્જાઈ છે તો માનવજાત હવે જાય ક્યાં ત્યારે વસાહત મહાસંઘ થી લઈને અનેક સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ ચૂંટણી નહીં યોજવા માટે અગાઉ રજૂઆત કરેલી છે ત્યારે સ્થિતિ બેકાબૂ બની રહેતા જે ટોળાશાહી થી પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેમાં ઉમેદવારો થી લઈને કાર્યકરોમાં રોજબરોજ કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યા છે ત્યારે પ્રચારમાં વ્યસ્ત રહેતા ઉમેદવારો અને કાર્યકરો કોરોના સ્પ્રેડર બની રહ્યા હોવાનું પ્રજામાં ચર્ચા આવતા મોટા ભાગે તમામ સોસાયટી અને ફ્લેટો બંગલામાં નો એન્ટ્રી ના બોર્ડ લાગી ગયા છે ત્યારે ફેરિયાઓને પણ પાબંદી ફરમાવી દીધી છે.
GJ-18 ન્યુ ખાતે કોરોના નો વિસ્ફોટ ભયંકર કક્ષાએ પહોંચ્યો છે ત્યારે હવે GJ-18 ના જુના ખાતે પણ આ વિસ્ફોટ માટે તો નવાઈ નહીં શહેરમાં માસ્ટ સેનેટાઈઝર થી લઈને કોરોના ની જાગૃતિ નો પ્રચાર કરતાં મોટાભાગના કાર્યકરો ગુમ થઈ ગયા છે ત્યારે સ્થિતિ બેકાબૂ બની રહી છે