GJ-18 ખાતે કોરોના નું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને GJ-18 આખા જિલ્લામાં ૨૨૦૦ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે ગત વર્ષે કોરોના પોઝિટિવના કેસો આવતાં ઘણી જ સંસ્થાઓ અનાજની કીટ, માસ્ક, સેનેટાઈઝર વેચીને મોટા ફોટોગ્રાફ પડાવ્યા હતા ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા ની ગ્રાન્ટ અને સરકારની ગ્રાન્ટ માં ગોપીચંદન કરવાનું હતું હવે ઉમેદવારને પોતાના ખિસ્સા ના ફદીયા કાઢવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે ત્યારે ઘરે ઘરે પ્રચાર કરીને ઉમેદવારો અને કાર્યકરો વધારે કોરોના ફેલાવી રહ્યા છે ત્યારે મોટાભાગના લોકો પ્રચારમાં ફરતા સ્પ્રેડર બની રહ્યા છે ત્યારે સ્થિતિ વણસી છે મત માંગવા સોસાયટી થી લઈને વસાહતીઓના ઘરમાં ડોર ટુ ડોર પ્રચાર થી અનેક લોકો કોરોના થી પ્રભાવિત થયા હોવાનો ડરથી હવે વસાહતીઓ પ્રચાર માટે નો એન્ટ્રી ના બોર્ડ લગાવી દીધા છે ત્યારે પ્રચાર મંદગતિએ હવે પડી જતા ઉમેદવારો માં ચૂંટણી માપ પ્રચાર તો કર્યો પણ મતદાન કરવા પ્રજાજન નીકળે તેવી શક્યતાઓ નહીંવત છે.
ખોરજ રાયસણ કુડાસણ જેવા ગામોમાં કેસો કોરોના પોઝિટિવ મળી રહ્યા છે ત્યારે ઉમેદવારોએ પ્રચાર તો કરી રહ્યા છે પણ કોઈએ માસ્ક કે સેનેટાઈઝર ની બોટલ કે વસાહતીઓને અત્યાર સુધી જીવતા કોરોના ના ટાઈમ બોમ્બ પર બેઠા છે તેના માટે કોઈ જાતના જાગૃતિ ના પગલા માટે કોઈ કેમ વિચારતું નથી, ત્યારે કોરોનાની મહામારી GJ-18 ના નગરજનોને ભરતી જશે પછી સેવા કરવા આવશો ? તેવી તમામ લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે.