GJ-18 સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના ના દર્દીઓ નો રાફડો ફાટયો છે ત્યારે એવી સ્થિતિ સર્જાઈ છે કે હાલ બેડ પણ નથી ત્યારે બેડ પછી ચોરી ની સમસ્યા સામે આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોએ સેકટર-૧૯ ખાતે પ્રચાર કરવા નીકળ્યા હતા ત્યારે આ પ્રચાર દરમિયાન જાગૃત નાગરિકે તેમના સગા ની કાનની બુટ્ટી કાનની શેર ની ચોરી થવાની વાત કરી હતી.
પ્રાપ્ત સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર સેક્ટર 19 ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર નિકુંજ ભાઈ પોતે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા ત્યારે સેક્ટર 19 ખાતે રહેતા ભરતભાઈ દ્વારા જણાવ્યું હતું કે મારી પત્ની હંસાબેન ગોહિલ ને કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેમને સિવિલના કોરોના વર્લ્ડમાં એડમીટ કર્યા હતા ત્યારે તેમણે કાનની પહેરેલી સોનાની કાનની બુટ્ટી ઓ કોઈ ગઠીયો કાઢી ગયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે અને પત્ર માં પગમાં પહેરેલી ઝાંઝર સલામત છે ત્યારે હંસાબેન પોતે હાઉસ વાઈફ છે અને સેક્ટર 19 ખાતે સર્વન્ટ ક્વાટર્સમાં રહે છે ત્યારે અગાઉ સિવિલમાં આ ઘટના બનવા પામી હતી ત્યારે બીજી ઘટનામાં આ બનતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર નિકુંજ મેવાડ વાળાએ મોરચો સંભાળીને GJ-18 સિવિલ ખાતે આ સંદર્ભે પૂછપરછ અને યોગ્ય ન્યાય મળે તે હેતુસર અભિયાન રૂપી સિવિલ ની મુલાકાત લીધી છે.