GJ-18 ખાતે મહાનગરપાલિકાની ચૂંટણીઓ ૧૮ એપ્રિલના રોજ યોજાવાની હતી ત્યારે કોરોનાની મહામારી ને ધ્યાને લઇ લીધી 18 ના વસાહત મહાસંઘ , વસાહત મહામંડળ, સ્વેચ્છિક સંસ્થાઓ આપ પાર્ટી, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ચૂંટણી કમિશનરને પત્ર પાઠવીને ચૂંટણી મોકૂફ રાખવા લેખિતમાં જણાવ્યું હતું ત્યારે સૂત્રોથી મળેલી માહિતી અનુસાર ૧૮ એપ્રિલે યોજાનારી ચૂંટણી હાલ મુલતવી રાખી હોય અને હવે પછી ચૂંટણીની તારીખ જાહેર કરશે તેવું સૂત્રો દ્વારા માહિતી મળેલ છે તથા ચૂંટણી ની નવી તારીખ આવ્યેથી ફરી પ્રચાર કરવા ઉમેદવારો ને ૧૫ દિવસ મળશે તેવું સૂત્રો દ્વારા માહિતી મળેલ છે
ઉલ્લેખનીય છે કે GJ-18 ખાતે કોરોના વાયરસનું સંક્રમણ એટલું વધી ગયું છે કે ભાજપના પાંચ જેટલા ઉમેદવારો કોરોના પોઝિટિવ આવ્યા છે અને ૧૪ જેટલા કાર્યકરો કોરોના પોજિટિવ થયા છે ત્યારે ચૂંટણીપંચ દ્વારા લેવાયેલું પગલું આવકારદાયક હોવાનું GJ-18 ના નાગરિકો દ્વારા જણાવ્યું છે કોરોનાની સ્થિતિ સુધરે ત્યારબાદ નવી તારીખની જાહેરાત અત્યાર સુધીની પ્રક્રિયા રહેશે યથાવત્ માત્ર મતદાન અને પ્રચારનો સમય જ થશે જાહેર, ચૂંટણી પંચ સ્થિતિ સુધર્યા બાદ નવી સ્થિતિનું કરશે એલાન…..