ગુજરાતમાં કોરોના ના કેસો સતત વધી રહ્યા છે. દવાખાના હોસ્પીટલો ફુલ હોવાથી દર્દીઓ સારવારના અભાવે મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે બાપુ પછી GJ.18 ના એક પટેલ પરિવાર એવુ અશ્વમેઘ પરિવાર મેદાને ઉતર્યું છે અને આ સંદર્ભે ગાંધીનગર કલેકટર, સાબરકાંઠા કલેકટરને ફોન દ્વારા જાણ કરીને પોતાની પાસે જે જગ્યા છે, તે કોવિડના દર્દીઓ માટે જે જગ્યા જોઈએ તે આપવા તૈયારી બતાવી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલી વિનંતી માં જે સંસ્થાઓ પાસે બિલ્ડિંગ જગ્યા હોય તો મદદ માટે કરેલી અપીલમાં ગુજરાત G J-18 ખાતેથી પ્રથમ શંકરસિંહ વાઘેલા અને બીજા બાબુભાઈ પટેલ ( ઉર્ફે બાબુકાકા ) એ દર્દીઓને બચાવવા પહેલ કરી છે.
અશ્વમેઘ પરિવાર પાસે અડાલજ ચાર રસ્તા પાસે આવેલ અશ્વમેઘ બિલ્ડીંગ પ્રાંતિજ પાસે 52 ગોળકડવા પાટીદાર સમાજવાડી,જેમાં ૧૮વીઘા જમીન, બિલ્ડીંગ, ઓફિસ હાલ કાર્યરત છે, તે તથા હિંમતનગર સિવિલ મેડિકલ કોલેજ પાસે આવેલ અશ્વમેઘ હિંમતનગર ખાતે નું 10 એકરમાં ફેલાયેલું ચાર માળનું બિલ્ડિંગ પણ કોવિડ સેન્ટર ઉભું કરવા અને દર્દીઓને બચાવવા આ ભામાસા મેદાનમાં ઉતર્યા છે. અને બંને કલેક્ટર પાસે ફોન કરીને જે જગ્યા જોઇતી હોય તે આપવા અને કોવિડ સેન્ટર ઊભું કરવા જણાવ્યું છે. G J- 18 જિલ્લા અને સાબરકાંઠા ખાતે અશ્વમેઘ પરિવારની અનેક બિલ્ડીંગ છે, અને અશ્વમેઘ નામથી પ્રચલિત બાબુકાકા હર હંમેશા, અબોલ જીવ માટે વર્ષે લાખો રૂપિયા દાન કરે છે, ત્યારે અબોલ જીવ માટે લાખો અને બોલતા જીવ માટે કરોડોની મહામૂલી જમીન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માનવ જાતને બચાવવા આ ભામાશા માનવમિત્ર બન્યા છે.
52 ગોળ સમાજના યુવા અગ્રણીઓ ડોક્ટર નીતીનભાઇ પટેલ {બાલીસણા} રીતેશભાઈ પટેલ {ધમાભાઈ} {અમીનપુર} રાજુભાઈ પટેલ {બાલીસણા} પી.કે.પટેલ {કમાલપુર} મહેન્દ્રભાઈ પટેલ {પલ્લાચર} કનુલાલ {અમીનપુર} રતિલાલ {બાલીસણા} પ્રમુખ , પોપટ લાલ પટેલ { વદરાડ } તથા સમાજના યુવા તેમજ વડીલ અગ્રણીઓ આ ઉમદા કાર્યમાં જોડાયા હતા.