અમદાવાદ, રાજકોટ અને વડોદરા સિવિલ હોસ્પિટલના તબીબો અને કોરોના વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓ સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વીડિયો કોન્ફરન્સ મારફતે સંવાદ કર્યો.

Spread the love

                        ચેટીચાંદની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજરોજ અમદાવાદ,રાજકોટ અને વડોદરાની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર અને કોરાના સંક્રમિત દર્દીઓ સાથે સંવાદ યોજ્યો હતો.
જેમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ
અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ખડેપગે રાઉન્ડ ઘ ક્લોક ફજાવી રહેલા તબીબો , નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફ સાથે સીધો સંવાદ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી સાથે આ કોન્ફરન્સ મારફતે સંવાદ કરીને સિવિલ હોસ્પિટલની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગેનો ચિતાર મેળવ્યો હતો.

કોરોના ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમા કોરોના નોડલ તરીકે ફરજ બજાવતા ડૉ.કાર્તિકેય પરમાર કોરોના વોર્ડમાંથી સીઘા આ સંવાદમાં જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ ડૉ. કાર્તિકેય પરમારને કોરોના હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સ્વાસ્થ્ય સ્થિતિ અને કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ વિશેની વિસ્તૃત માહિતી મેળવી હતી. ડૉ. કાર્તિકેય પરમારે પણ કોરોના હોસ્પિટલના સમગ્રતયા વ્યવસ્થાપન અને દર્દીઓની કરવામાં આવી રહેલી સારવાર પધ્ધતિથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને વાકેફ કર્યા હતા. તેઓએ સિવિલ હોસ્પિટલમાં વૈશ્વિક કક્ષાની સુપર સારવાર આપવામાં આવી રહી હોવાનું કહીને સરકાર દ્વારા જરૂરિયાત મુજબની તમામ સવલતો ત્વરીત ઉપલબ્ધ કરાવવા બદલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

કોરોનાની ૧૨૦૦ બેડ હોસ્પિટલના આઇ.સી.યુ. વોર્ડમાં સારવાર લઇ રહેલા પૂર્વ પોલિસ જવાન ચંદ્રબહાદૂર થાપા સાથે પણ મુખ્યમંત્રીશ્રી એ સીધો સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ચંદ્રકાંતભાઇ થાપાના ખબર અંતર પુછીને તેઓને મળી રહેલી સારવાર અંગેના તેમના પ્રતિભાવ તેમના શબ્દોમાં સાંભળ્યા હતા. કોરોનાગ્રસ્ત થયેલા ચંદ્રકાંત થાપાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર મળી રહી હોવાનું જણાવી, અંહીના તબીબો, નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફ થી લઇ સફાઇકર્મીઓ ખૂબ જ સેવાભાવી હોવાનું કહ્યું હતું. તેઓએ અહીના સ્ટાફ મિત્રો દ્વારા તેમની રાખવામાં આવી રહેલી દેખરેખ અને તેમની સારવાર પધ્ધતિ વિશે મુખ્યમંત્રી શ્રીને વિસ્તૃત માહિતી આપી સ્મિત સાથે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ વીડિયો કોન્ફરન્સમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, રાજકોટ અને વડોદરાના પદાધિકારીઓ- અધિકારીઓ તેમજ આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, રાહત કમિશનર શ્રી હર્ષદ પટેલ, અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ઓમ પ્રકાશ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી સહિત નિષ્ણાંત તબીબો જોડાયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com