GJ – 5 ખાતે આજ રોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી .આર . પાટીલે સુરત સિવિલ હોસ્પિટલમાં ભાજપ દ્વારા બનાવવામાં આવેલ હેલ્પ ડેસ્ક ની મુલાકાત લીધી.
સી.આર.પાટીલે જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં જે પણ દર્દીઓ દાખલ છે. તેમને તથા તેમના સગાવ્હાલા ને પણ બન્ને ટાઇમ ભોજન વ્યવસ્થા ભાજપે મદદ કરી છે. 2;00 વાગ્યાથી 4;00ના સમય માં દર્દીઓના સગાવ્હાલા સાથે વિડીયો કોલ દ્વારા વાત કરવામાં આવશે.રેમેડિસિવીર ઈન્જેક્શન માટે દર્દીઓના સગાઓને લાઈનમાં ઉભુ ન રહેવું પડે તે માટે સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે. ખાનગી હોસ્પિટલમાં પણ ઇન્જેક્શન મળી રહે તેવી વ્યવસ્થા સરકાર કરી રહી છે.
શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે, કોવિડ ની સારવાર માટે ડોક્ટર્સ ,નર્સિંગ સ્ટાફ પણ ણ ખૂબ ઝીણવટ પૂર્વક કામ કરી રહ્યા છે. જરૂરિયાત કરતાં સવા સો ટકા ઓક્સિજન નો વપરાશ થઈ રહ્યો છે.ઑક્સિજન ની અછત આગામી સમયમાં ઉભી ન થાય તે અંગે સુરત MLA હર્ષ સંઘવી તેમને તેમની ટીમ દ્વારા NGO મારફતે નવા 400 ઓક્સિજન સિલિન્ડર ની સગવડ ઉભી કરી છે, જેથી સિલિન્ડરના રિફિલિંગમાં અગવડ ઉભી ન થાય.