Gj 18 ખાતેના સ્મશાન ગૃહમાં વેઇટિંગ બોડિયો પડી છે. ત્યારે કોરોના દર્દી નું સારવાર દરમિયાન મૃત્યુ થતાં તેની બોડી ને ઘરે નહીં સિદ્ધિ સ્મશાને પહોંચાડવામાં આવે છે. ત્યારે તેના સાજનો, દીકરા-દીકરી, પત્ની તેમનું મોઢું જોવા સ્મશાને આવી રહ્યા છે. હા, હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મહિલાને સ્મશાનમાં ન અવાય, પણ શું કરવું? સ્મશાન માં નાના બાળકો,સ્વજનો થી લઈને અનેક કરૂણ, દ્રશ્યો, દીકરી પોતાના સ્વજન ના પાર્થિવ દેહ પાસે વેઈટીંગ માં બેઠા છે. ઇલેક્ટ્રિક સ્મશાન તો હાઉસ ફૂલ પણ પેક થઈ ગઈ છે . ત્યારે નવી ભરતીઓ શરૂ કાર્યા અને નવી જગ્યા યુદ્ધના ધોરણે શરૂ કરવા કવાયત તેજ કરી દીધી છે. ત્યારે gj 18 ના સે . 30 તથા સરગાસણ ના સ્મશાન ગૃહમાં ૨૪ કલાકમાં 92 જેટલા અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે. તેમાં મોટાભાગના કોવિડ ના દર્દીઓ છે. અત્યારે gj 18 ની પ્રજા રામભરોસે છે સિવિલમાં મોટાભાગના ડૉક્ટરોને વડોદરા સુરત જેવા શહેરોમાં સેવા અર્થે મોકલી દીધા છે જેથી gj 18 ની પ્રજા સૌ રામ ભરોસે હવે જીવી રહી છે. પ્રાઇવેટ ડોક્ટરો કોઈ દર્દી નો હાથ પકડવા તૈયાર નથી કારણ ફાટે છે. ત્યારે સમાજની સેનાઓ હાલ ક્યાં ગાયબ થઈ ગઈ છે તેને પ્રજાજનો ગોતી રહ્યા છે બાકી આ સેનાઓને કોરોનાની મહામારી અને ગુજરાતમાં રોજ આટલા વ્યક્તિઓ મૃત્યુ પામી રહી છે તેની જાણકારી કદાચ નહીં હોય??