ગાંધીનગર સિવિલ હોસ્પીટલ તંત્ર ખાડે જઈ કયું છે. અને સિવિલમાં ઉલટી ગંગા વહી રહી છે શેરમાં કેસો વધી રહ્યા છે મૃત્યુનો પણ આંકડો વધી રહ્યો છે. તેમ છતાં સિવિલ હોસ્પીટલ ના ૧૪ જેટલા તબીબો નો વડોદરા ગોત્રી હોસ્પીટલ માં ડેપ્યુટેશન પર રવાના કરી દેવાયા ની હકીકત ઉજાગર થતાં નગરજનોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગર શહેરના નવા સેક્ટરો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ના કેસો ભયાનક પ્રમાણમાં વધી રહ્યા છે. તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પીટલ જ મોતનું તાંડવ મચી રહ્યું છે. કોરોના ના કેસો વધતા સિવિલ હોસ્પીટલ માં તબીબો નો સ્ટાફ ખૂટે છે કેસો નો વધારો થતાં કોલવડા માં પણ કોવિડ હોસ્પીટલ કાર્યરત કરવામાં આવી છે. જેથી ત્યાં પણ વધુ તબીબો ની જરૂરિયાત હોવા છતાં સિવિલના તંત્ર ૧૪ જેટલા તબીબો ને વડોદરા મોકલવા પાછળનું યોગ્ય કારણ સમજાતું નથી. જવાબદાર તંત્ર ના અધિકારી ઓ ફોન બંધ કરી ને બેસી ગયા હોય તેવો સિનેરીયો જોવા મળી રહ્યો છે. વિગતો આપવાના બદલે બાઈ- બાઈ ચાયણી ની કહેવત મુજબ જવાબદારો ખો ; આપી રહ્યા છે. હંમેશા વિવાદ માં રહેવાનું નક્કી કર્યું હોય તેવું સિવિલ તંત્ર લકવાગ્રસ્ત થવા પામ્યું છે.
અમદાવાદ માંથી ડેપ્યુટેશન પાર ગહેલા તમામ તબીબોની શહેરમાં સંક્રમણ વધતા તાત્કાલિક પરત બોલાવી લેવાયા હતા. જયારે ગાંધીનગર સિવિલમાં કેશો વધે છે અને મૃત્યુ દર પણ વધી રહ્યો હોવા છતાં આરોગ્ય તંત્રના સી .ઈ .ઓ તથા ડાયરેક્ટરો તઘલખી નિર્ણય કરીને પાટનગરની પ્રજાને મોત ના જાણી જોઈને ધકેલી રહી હોય તેવું સર્વત ચચાઈ થઈ રહ્યું છે. સરકાર પણ જાણે કે બે સુધ્ધ છે વડોદરા મોકલવા માં આવતા તબીબો માં પણ કચવાટ ફેલાયો હોવાનું જણાવ્યું છે. સે.30 માં અંતિમ સંસ્કાર માટે ૧૦ કલાક નું વેઈટીંગ શરૂ થયું છે. મુક્તિધામમાં અંતિમ સંસ્કાર માટે ધસારો થતાં 3 નવી ભટી પણ ઉભી કરવામાં આવી છે. આમ પરિસ્થિતિ નાજુક તબ્બકે પહોંચી ગયેલ છે.