
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોદ ગામમાં ગઈકાલે સવારે એક કરુણ ઘટના બની હતી. પ્રાથમિક શાળાના વર્ગખંડનો સલેબ તૂટી પડતાં અનેક બાળકો કાટમાળમાં દબાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 7 બાળકોનાં મોત નિપજ્યા હતા. ઘટનામાં અન્ય કેટલાક બાળકો ઈજાગ્રસ્ત પણ થયા છે. આ કરુણ ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોને મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે દરેક મૃતક બાળકના પરિવારને રૂપિયા 15,000ની સહાય આપવાની જાહેરાત કરી છે. કુલ 1,05,000 રૂપિયાની આ સહાય રાશિ સ્થાનિક રામકથાના શ્રોતાઓની મદદથી પરિવારો સુધી પહોંચાડવામાં આવશે.
મોરારિબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. સાથે જ તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી છે.