
પાટણ ડેપોની બસ નંબર GJ.18 Z.9287 (મહેસાણા ડિવિઝન) પાટણ-માલેગાવ રૂટ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. સવારે આશરે 8:00 વાગ્યાના સુમારે, સતાણા અને માલેગાવ વચ્ચે આ બસ પલટી ખાઈ ગઈ હતી. બસના ડ્રાઈવર ચૌહાણ વનરાજસિંહે એક કાર ચાલકને બચાવવા જતાં અચાનક બ્રેક મારી હતી. જેના કારણે બસ પલટી ગઈ હતી. બસમાં કંડક્ટર તરીકે બારોટ કલ્પેશભાઈ ફરજ પર હતા. સદનસીબે, આ ઘટનામાં માત્ર બે લોકોને નાની ઈજા થઈ હતી. કોઈ મોટી જાનહાનિ થઈ નથી. દુર્ઘટનામાં બસને આશરે ₹1,00,000/- (એક લાખ રૂપિયા)નું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ઘટના સ્થળે સોનગઢ ડેપોના જી. એસ. શેખ (ટી.આઈ.) દ્વારા સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.