Gj 18 ખાતે કોરોના ના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલ હાઉસફુલ થઈ જતા દર્દીઓની સ્થિતિ વિકટ થઈ ગઈ છે ત્યારે નાની મોટી સંસ્થાઓ અને રાજકીય પક્ષોના આગેવાનો મેદાનમાં ઉતર્યા છે ત્યારે ગાંધીનગર ખાતેના રાયસણ ગામ પાસે તથા સેક્ટર 12 ખાતેના ઉમિયાધામ પરિસરમાં કોરોના covid સેન્ટર શરૂ કરવા તડામાર તૈયારીઓ આરંભી છે. ગાંધીનગર સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલો પણ કોરોના ના દર્દીઓ થી ઉભરાઈ ચૂકી છે ત્યારે ગાંધીનગર કડવા પાટીદાર સમાજ તેમજ ઉત્તર દસકોઈ સમાજ દ્વારા ગાંધીનગરના સેક્ટર 12 ઉમિયા માતા ધામ તેમજ રાયસણ ની કમલા ફિઝિયોથેરાપી કોલેજમાં ઓક્સિજન ની સુવિધા સાથે નિશુલ્ક કોવિડ સેન્ટર ટૂંક સમયમાં જ કાર્યરત કરી દેવામાં આવનાર છે. આ બંને સેન્ટરો મળીને કુલ 108 બેડ ઓક્સિજનના રહેશે જેમાં દર્દીઓને નિશુલ્ક સારવાર આપવામાં આવશે. ગાંધીનગરની હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગ વધી જવાથી કોરોના દર્દીઓ ટપોટપ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે
આ બધાની વચ્ચે ગાંધીનગરમાં પાટીદાર સમાજ સક્રિય થઇ ગયો છે જેના ભાગરૂપે ગાંધીનગર મેયર રીટા પટેલ ના પતિ કેતનકુમાર તેમજ ભાજપના મહામંત્રી ગૌરાંગ પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓ દ્વારા નગરજનો માટે નિશુલ્ક ઓક્સિજન બેડ સાથેની સારવાર માટેનું કોવીડ સેન્ટર શરૂ કરવા માટે તડામાર તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે.
ગાંધીનગર કડવા પાટીદાર સમાજ તેમજ ઉત્તર દસકોઈ પાટીદાર સમાજ દ્વારા સેક્ટર 12 ના ઉમિયા માતા ધામ તથા રાયણના કમલા ફિઝિયોથેરાપી કોલેજમાં તમામ સુવિધાઓ સાથેનું કોવિડ કેર સેન્ટર ટૂંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવશે. આ અંગે ગાંધીનગર ભાજપના મહામંત્રી અને સરદાર પટેલ ગ્રૂપના ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, સેક્ટર 12 માં આવેલ ઉમિયા માતા મંદિર ખાતે 36 ઓક્સિજન વાળા તેમજ 25 બેડ નોર્મલ દર્દીઓ માટે તૈયાર કરી દેવામાં આવ્યાં છે. જે સોમવાર સુધીમાં કાર્યરત કરી દેવામાં આવશે. અહીં ઓક્સિજન ની જરૂરીયાત વાળા દર્દીઓને એકસાથે ઓક્સિજન સપ્લાય મળી રહે તે રીતની કામગીરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આ બંને સેન્ટર ઉપર કોઈપણ દર્દી ના જાતના ભેદભાવ વિના નિશુલ્ક સારવાર મેળવી શકશે તેમજ સિવિલ માંથી પણ દર્દીઓ અત્રે શિફ્ટ કરવામાં આવશે. સેક્ટર 12 ના ઉમિયા મંદિર તેમજ રાયસન ની હોસ્ટેલમાં શરૂ થનાર બંને સેન્ટરો પર કુલ 108 ઓક્સીનજન નાં બેડ ઉભા થશે. અને દરેક દર્દીને નિશુલ્ક સારવાર તેમજ દવાથી માંડીને સાત્વિક ભોજન નાસ્તો મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
આ અંગે ગાંધીનગર મેયર રીટા પટેલે જણાવ્યું હતું કે સેન્ટરોમાં ઓક્સિજન ના દર્દીઓને સમયસર અને પૂરતો ઓક્સિજન મળી રહે તે દિશામાં હાલમાં કામગીરી ચાલી રહી છે. તમામ પ્રકારની સગવડો તેમજ સવલતો ઉભી થઇ ગયા બાદ આ બંને સ્થળોએ સેન્ટર શરૂ કરી દેવામાં આવશે.