કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે જીજે ૧૮ એવા શહેરમાં કોરોનાના કેસ વધતા તથા હોસ્પિટલથી લઈને સ્મશાનો પણ હાઉસફૂલ થતાં કપરી સ્થિતિ થઈ ગી છે ત્યાર ેયુવાનો પણ આ સેવામાં ઉતર્યા છે ત્યારે જાેવા જઈએ તો રાજકારણ બાજુ પર મુકવું જાેઈએ અને અહીંયા એક એવી ઘટના બની છે કે ભાજપ કોંગ્રેસ સ્મશાનના લાકડાના વિવાદમાં મારામારી સુધીથી લઈને તું તારી સુધી વાત પહોંચતા પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થવા પામેલ હોવાનું સૂત્રો જણાવે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પેથાપુર ખાતે ભાજપના મહાવીરસિંહ પોતે સ્મશાનમાં લાકડા નાંખતા હોઈ જેથી તમો જ સ્મશાનમાં સેવા અને લાકડા નંખાવો છો તેમ કહીને બોલાચાલી થતાં મારવા જેવી સમસ્યા ઊભી થઈ હતી. ત્યારે ત્યાંથી મહાવીરસિંહ પોતે જતા રહ્યા હતાં પણ પાછળથી અજયસિંહ વાઘેલા, દેવેન્દ્રસિંહ વાઘેલા અને રોહિતસિંહ વાઘેલા, ડીગભા વાઘેલા, નરેન્દ્રસિંહ વાઘેલા એ મહાવીરસિંહને ઘરે ટોળા સાથે આવીને ધમાલ મચાવતા ઘરના બારી બારણા બંઝ કરી દીધા હતાં ત્યારબાદ પોલીસને બોલાવતા મામલો થાળે પડ્યો હતો અને સામસામી એકબીજાના આક્ષેપો સાથે ફરીયાદ પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામેલ છે.