દેશમાં કોરોનાની મહામારી ના કારણે અનેક લોકોના જીવ ગયા છે ત્યારે રોજ બરોજ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ઓક્સિજન ન મળવાને કારણે અને બેડ તથા સારવાર ન મળવાને કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે ત્યારે ૧૮ ખાતે રહેતો અશ્વમેઘ પરિવાર દ્વારા હિંમતનગર દહેગામ ગાંધીનગર અડાલજ થી લઈને સાબરકાંઠાના તલોદ ખાતે જો કોરોના સેન્ટર સહકાર ને યુદ્ધના ધોરણે બનાવવું હોય તો જગ્યા આપવાની પહેલ બાબુકાકા એવા અશ્વમેઘ પરિવારના સભ્યો એવા ભડવીર એ કરી છે ત્યારે એક જ આશય છે કે માનવ જાતનો જીવ બચાવવો બસ આ શબ્દ બાબુ કાકા ના મોઢે થી બોલી રહ્યા છે . દહેગામમાં માનવતા મહેકી ઉઠે તેવું ઉદાહરણ આજે અશ્વમેઘ ગ્રુપ ના માલિક બાબુભાઈ પટેલે આપ્યું.પિતાની આ ઈચ્છા ને પૂર્ણ કરવા માટે બાબુભાઈ ના બંને પુત્રો ડો.પરેશભાઈ પટેલ અને શૈલેષભાઈ પટેલે દહેગામ મામલતદાર શ્રીને લેખિતમાં આશ્વાશન આપ્યું.
આ કાર્યમાં દહેગામના પત્રકાર અને સામાજિક કાર્યકર અમૃતભાઈ દેસાઈ નો સિંહ ફાળો છે. તેમણે બાબુભાઇને દહેગામની પરિસ્થિતિ થી વાકેફ કર્યા હતા ત્યાર બાદ બાબુભાઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
દહેગામ ખાતે ૧૦૦ બેડની કોવિડ ફેસેલિટી બનાવવા માટે ધારાસભ્ય ની પહેલ બાદ તેમાં જોઈએ તેવી સફળતા ન મળી ત્યારે બાબુભાઈ દ્વારા પોતાની બિલ્ડિંગ ના બે માળ કોવિડ ફેસેલીટી બનાવવા માટે પહેલ કરી.આશરે ૧૦૦૦૦ સ્કવેર ફૂટ જગ્યા કોવિડ ફેસેલીટી બનાવવા સાવ મફત આપવા પહેલ કરી.હાલ દહેગામમાં કોરોના સંક્રમણ થાય તો એક પણ બેડ ન મળે તેવી સ્થિતિ છે.સરકારી હોસ્પિટલ ના નામે મીંડું છે.ખાનગી હોસ્પિટલની સારવાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પરવડે તેમ નથી.ત્યારે એક બિલ્ડર દ્વારા આવી પહેલ ખુબ જ આવકાર દાયક છે.જો દરેક બિલ્ડર આવી રીતે પોતાની ખાલી જગ્યા કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ઉપયોગ કરવા દે તો ખુબ મોટી માત્રામાં કોરોના બેડ મળતા થઈ શકે છે.ગાંધીનગરના નામાંકિત એડવોકેટ અશ્વિન ત્રિવેદીએ પોતાના પુત્રના લગ્નમાં કોઈ જાન જોડી ન હતી ફક્ત સામાજિક બંધનરૂપ કરે માસ્કને સેનેટાઈઝર સાથે કંકોત્રી અને ચોકલેટ તથા કાજુ દ્રાક્ષ ની કીટ પહોંચાડીને કોઈપણ ટોળાશાહી ન કરીને એક સારો મેસેજ GJ-18 ને આપ્યો છે એક જ પુત્ર હોવા છતાં પોતે આ કોરોનાની મહામારી માં કોઈ દેખાડો નહીં મને પોતે આ ખર્ચ અત્યારે સુપુત્ર ના લગ્ન પ્રસંગે ગરીબોને પોતે રૂબરૂ ખીચડી શાક બુદ્ધિ નું વિતરણ કરી રહ્યા છે અગાઉ પણ ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ માં અશ્વિનભાઈએ સારી એવી કામગીરી કરીને લોકોને અનાજ ની કીટ થી લઈને પાકું ભોજન આપવાની કરતા હતા પુત્રના લગ્નમાં ૫૦ વ્યક્તિઓની હાજરીમાં ઉજવી રહ્યા છે ત્યારે કોરોનાની મહામારી માં અશ્વિન ત્રિવેદી પોતે આજે પણ ઝૂંપડપટ્ટીથી લઈને દરેક ગરીબ આવાસો છે ત્યાં આપવા જઈ રહ્યા છે