ઓક્સિજન ની સગવડ કરી આપો , નહીંતર હું લોકો ને મૃતદેહ લઇને કલેક્ટર ઓફિસે જવાનું કહીશ : ધારાસભ્ય નૌશાદ સોલંકી

Spread the love

      રાજ્યમાં વિવધ વિસ્તારના ધારાસભ્યો રાજ્ય સરકાર પાસે ઓક્સિજન માંગી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસના તાંડવ વચ્ચે ઓક્સિજનનું સંકટ પણ ઉભું થયું છે, જેમાંથી ગુજરાત પણ બાકાત નથી. મદાવાદ, સુરત, મોરબી, વડોદરા, રાજકોટ, જેવા અનેક વિસ્તારોમાં ઓક્સિજનની અછત છે. જેના કારણે દર્દીઓના જીવ જોખમમાં મુકાઇ રહ્યા છે. ખાસ કરીને કોરોનાની બીજી લહેરની અસર ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટાપાયે થઇ છે, જેના કારણે ત્યાં લોકો સારવાર મેળવવા માટે હેરાન થઇ રહ્યા છે. જો શહેરોની સ્થિતિ આવી હોય તો પછી ગામડાઓ અને તાલુકાઓની સ્થિતિની તો શું વાત કરવી.

સુરેન્દ્ર નગરના દસાડા વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પણ સામુહિક આરોગ્ય કેન્દ્ર દસાડા માટે ઓક્સિજનની માંગ કરી છે. નૌશાદ સોલંકીએ આ માટે સુરેન્દ્રનગર કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. સાથે તેમણે ટ્વિટ કરીને ચિંમકી પણ આપી છે કે જો ઓક્સિજનની વ્યવસ્થા નહીં થાય અને દર્દીનું મોત થશે તો હું તેના પરિવારજનોને મૃતદેહ લઈ કલેકટર કચેરી પર પહોંચવા આહવાન કરીશ. દસાડા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પોતાની રજૂઆતમાં કહ્યું છે કે સામુહિક આરોગ્ય કેન્દ્ર દસાડા ખાતે ઇમરન્સી સારવાર માટે ઓક્સિજનની ખાસ જરુરિયાત છે. કલેક્ટર કચેરીએથી ઓક્સિજન સિલિન્ડર માટેનું જે લિસ્ટ બહાર પડ્યું છે તેમાં દસાડાના સામુહિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ નથી. અત્યારે કોરોનાની ઇમરન્સી સારવાર માટે ઓક્સિજનની જરુર છે, તેથી દસાડાનું નામ પણ ઉમેરવામાં આવે.તેમણે જે ટ્વિટ કરી છે તેમાં સુરેન્દ્રનગર કલેક્ટર, નાયબ મુખ્યમંત્રી નીતિન પટે, જયંતિ રવિ અને વઢવાણના જિલ્લાધિકારીને ટેગ કર્યા છે. સુપ્રિમે કેન્દ્રની કાઢી ઝાટકણી/ કોરોના સામે લડવાનો શું છે નેશનલ પ્લાનઃ વેક્સિનના ભાવ પર શું કરી રહી છે સરકાર, આ નેશનલ ઈમરજન્સી નહીં તો શું છે? ગુજરાત સરકારનો નવો આદેશ: સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે, માત્ર શાકભાજી અને ફળ-ફળાદિની જ છૂટ ભરૂચ: કોરોનાનો કહેર વધતાં સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ આગળ આવી, 5 દિવસમાં જ ઉભુ કરી દીધુ આઈસોલેશન સેન્ટર શરમ કરો સરકાર: અમદાવાદમાં ક્યાંય જગ્યા ન મળતા દર્દીઓ વડોદરા તરફ ભાગ્યા, અહીં પણ છે ઓક્સિજનની જરૂર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com