રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં જે રીતે કોરોનાનો કાળો કહેર ચાલુ છે. કોરોનાના દર્દીઓને ફંગલ ઇન્ફેક્શનની શક્યતા વધી રહી છે. કોરોનાના દર્દીઓ મ્યુકર માઈકોસીસ ફંગલની ચપેટમાં આવી રહ્યા છે. અત્યાર સુધી માત્ર સિવિલ હોસ્પિટલમાં જ મ્યુકર માઈકોસીસ ફંગલ ઈન્ફેકશનના દર્દી નોંધાયા છે. જેમાં દર્દીઓના મોત થયા હતા. તેવામાં નાક અને સાઇનસમાં થતું ફંગલ ઇન્ફેક્શન મ્યુકોરમાયકોસીસના કેસોમાં ખૂબજ વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે આજે રાજકોટના ઈ.એન.ટી સર્જન હેમાંશુ ઠક્કરનું નિવેદન સામે આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર આ એક ગંભીર રોગ છે. જેમાં ખાસ કરીને કોરોના ના દર્દીઓને જયારે સ્ટીરોઈડ આપવા પડે અને જો દર્દી ને ડાયાબિટીસ હોય તેવા સંજોગોમાં આ રોગ થતો હોય છે.
કોરોનામાં નાક અને સાઈનેસમાં થતા ઇન્ફેક્શન થી મ્યૂરોકોર માયસીસ ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આવા દર્દીઓને નાક અને સાયનસનું દૂરબીન વડે ઓપરેશન કરી ફંગસ દૂર કરવામા આવે છે, ત્યારબાદ બાયોપ્સી ની તપાસ કરવામાં આવે છે. જ્યારે આ ફંગલ ઇન્ફેક્શન આખોમાં પહોચે ત્યારે અંધાપો આવી શકે છે. અને 50થી 90 % કેસોમાં દર્દીનું મૃત્યુ થાય છે. મ્યુકોરમાયકોસીસ ફંગલ ઇન્ફેક્શનના લક્ષણો: તેના લક્ષણો જોઇએ તો, દર્દીને તાવ આવવો, નાક બંધ થઈ જવું, નાકમાંથી કાળું પ્રવાહી નીકળવું, માથું દુખવું, આંખ અને મોંઢાના ભાગ ઉપર સોજો આવવો, આંખની આસપાસ અને મોઢાની ચામડી કાળી પડવી, કફ થવો. જયારે ફંગલ ઇન્ફેક્શન મગજ સુધી પહોંચે છે. આંચકી આવવી, પેરાલિસિસનોનો એટેક આવવો વગેરે અને જયારે ફેફસામાં ફંગલ ઇન્ફેક્શન પહોંચે છે ત્યારે ન્યૂમોનિયા થવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે લક્ષણો જોવા મળે છે. આ ફંગલ ઇન્ફેકશન ખૂબજ ઝડપી આખા શરીરમાં ફેલાઈ શકે છે અને જો તાત્કાલિક સારવાર કરવા માં ના આવે તો દર્દી નું મૃત્યુ થઈ શકે છે જેથી ખુબજ સાવચેતી રાખવી જરૂરી છે.