Gj 18 ના નગરજનો હોસ્પિટલમાં બેડ મેળવવા રઝળપાટ કરી રહ્યા છે ઓક્સિજન માટે વલખા મારી રહ્યા છે ત્યારે ઝડપભેર ગંભીરતા સમજીને કેન્દ્રીય ગૃહમંત્રી આદેશનું પાલન તો કરો તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે
ગાંધીનગર
કોરોનાની મહામારી ના કારણે સમગ્ર રાજ્યની સ્થિતિ વિકટ બની ગઈ છે ત્યારે ગુજરાતનો કોઈ એવી જગ્યા નથી કે ક્યાંય બેડ દર્દીને મળી જાય ત્યારે દરદીઓએ ઠેરઠેર હાલ બેડ મેળવવા ભટકતા જોવા મળી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આવીને બેટિંગ કરી ગયા પણ હજુ ગુજરાત સરકાર આદેશ આપવામાં હજુ પાછીપાની હોય તેમ નકારો કરતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સેક્ટર 17 ના ડોમમાં સાફ સફાઈનું અભિયાન સિવાય કશું જ થયું નથી ત્યારે ડીઆરડીઓના અધિકારીઓએ ડોમની મુલાકાત લીધી હતી. ત્યારે 1200 બેડની હોસ્પિટલ શરૂ કરવાના સંદર્ભે હજુ સુધી કોઈ આદેશ કે પરિપત્ર મળેલ નથી ત્યારે gj 18 ના નગરજનો અને ગ્રામ્ય વિસ્તારના લોકો આ હોસ્પિટલ ઝડપથી ઊભી થાય તેની રાહ જોઈને બેઠા છે ત્યારે ખાટલે મોટી ખોડ હોય તેમ હજુ ડીઆરડીઓ ને આદેશ ન મળતા હાલ કોણીએ ગોળ છે એવું લાગી રહ્યું છે.
Gj 18 ખાતે 1200 બેડની હોસ્પિટલ શરૂ થઈ જાય તો પોરો નાનો મોટો પ્રશ્ન નું સોલ્યુશન આવી જાય તેવું હતું ત્યારે અહીંયા સાફ-સફાઈ થી લઈને કોઈ જ આગળ કામ થયેલ ન હોવાનું સૂત્રો જણાવે છે.