તાલુકામાં દિવસે દિવસે કોરોનાથી લોકો મૃત્યુ પામી રહ્યા છે. વિસનગરમાં આવેલ સાર્વજનિક સ્મશાનમાં પણ અંતિમ વિધિ કરવામાં વેઇટિંગ કરવું પડી રહ્યું છે. મંગળવારે સાર્વજનિક સ્મશાનમાં કરૂણ દૃશ્યો સર્જાયા હતા. કોરોનાથી થયેલા મોતમાં મૃતદેહને શબવાહીની પણ નસીબમાં નથી તેવા કરૂણ દૃશ્યો સર્જાયા છે. વિસનગરમાં પટણી દરવાજા નજીક આવેલા સાર્વજનિક સ્મશાનમાં મંગળવારે દર્દનાક પરિસ્થિતિ જોવા મળી હતી. 2 મૃતદેહોને રિક્ષા અને ટ્રેકટરમાં લાવતાં હદય કંપી ઉઠે તેવું વાતાવરણ સર્જાયું હતું. દર્દનાક પરિસ્થિતિમાં રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર સાર્વજનિક સ્મશાનની મુલાકાતે આવ્યા હતા તે સમયે રિક્ષામાં એક વ્યક્તિને નીચે ઉંઘાડી મૃતદેહને લાવતાં વિકટ પરિસ્થિતિ જોતાં સાંસદનું પણ હદય કંપી ઉઠ્યું હતું. રિક્ષામાં લાવેલ મૃતદેહનું માથું અને પગ પણ બહાર જોવા મળ્યા હતા. વિસનગર તાલુકા સહિત પંથકમાં કોરોના સંકમણ વધતા પરિસ્થિતિ વિકટ બની છે. કોરોનાના મૃતદેહોને હવે શબવાહીની પણ નસીબ થઈ રહી નથી.કોરોનાની આ વિકટ પરિસ્થિતિમાં કાળજુ કંપાવે તેવી તેવી ઘટના જોવા મળી રહી છે. સાર્વજનિક સ્મશાનમાં મુલાકાતે આવેલા રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરનું પણ આ દર્દનાક પરિસ્થિતિ જોઈને હૃદય કંપી ઉઠ્યું હતું. મૃતદેહોને સ્વજનો દ્વારા શબવાહીની ન મળતાં તેમને પોતાના જ વાહનમાં લાવવા માટે મજબૂર થયા હતા. આ પરિસ્થિતિ જોતાં સાર્વજનિક સ્મશાનના ટ્રસ્ટી રાજુભાઇ પટેલનું હૃદય કંપી ઉઠ્યું હતું.