રાજકોટ જિલ્લા કલેકટર રહી ચૂકેલા વર્ષ 2004ની બેચના આઈએએસ અધિકારી મનીષ ચંદ્રા અને રાજેન્દ્ર કુમારને પણ કેન્દ્રમાં જોઈમત સેક્રેટરીનું પ્રમોશન આપવામાં આવ્યું છે. ગુજરાત કેડરના વર્ષ 2004ની બેચના અધિકારી મનીષ ચંદ્રા, રાજેન્દ્ર કુમાર, રાજેશ મંજુ અને રાકેશ શંકરને અપાઈ બઢતી
દેશભરના કુલ 46 આઈએએસ ઓફિસરોને જોઈન્ટ સેક્રેટરીનું પ્રમોશન બુધવારે આપવામાં આવ્યું છે. વર્ષ 2004ની બેચના કુલ 46 આઇએએસ ઓફિસરોને કેન્દ્ર સરકાર દ્વારા જોઇન્ટ સેક્રેટરીનું પ્રમોશન આપવામાં આવ્યું છે, જેમાં ગુજરાત કેડરના આઈએએસ ઓફિસરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉપરાંત રાજેશ મંજુ અને રાકેશ શંકરને પણ બઢતી આપીને જોઈન્ટ સેક્રેટરી સમકક્ષ પદ આપવામાં આવ્યું છે. કોરોના મહામારીમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા કેન્દ્ર સરકારને આયોજન અને અમલીકરણ માટે વધુમાં વધુ થિંકટેન્ક સમાન અધિકારીઓની જરૂરિયાત છે જેથી ઝડપથી આ મહામરીને વધતી અટકાવી શકાય તે ઉદ્દેશ્યથી હાલના તબક્કે દેશભરમાંથી 46 જેટલા આઈએએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે.
રાજ્યના જે અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે તેમની જો વાત કરવામાં આવે તો મનીષ ચંદ્રા હાલ સુધી મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશ્નર તરીકે ફરજ બજાવી રહ્યા હતા જેઓ અગાઉ રાજકોટ જિલ્લા કલેકટર તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. રાજેન્દ્ર કુમાર કે જેઓ પણ અગાઉ રાજકોટ જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે અને તેઓ બર્લ્ડ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેકટર અને સલાહકાર પણ રહી ચૂક્યા છે. રાજેશ મંજુ ટ્રાન્સપોર્ટ વિભાગના કમિશ્નર તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને રાકેશ શંકર વહીવટી વિભાગના સચિવ રહી ચૂક્યા છે જેમને જોઈન્ટ સેક્રેટરીનું પ્રમોશન આપવામાં આવ્યું છે.