દેશમાં સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થાઓની કમી નથી, ત્યારે ગુજરાતના GJ-૧૮ ખાતે પણ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતી કંપનીઓ છે. તેમાં લાયન્સ ક્લબ, સીનીયર સીટીઝન કાઉન્સર, જુસીકાથી લઇને અનેક લોકો મેડીકલ ના સાધનો ની કીટ નજીવા દરે અથવા ફક્ત ડિપોઝીટ લેવાની અને દર્દીને સારુ થઇ જાય એટલે પાછી આપી જાય ત્યારે તરત ડીપોઝીટ પરત આપવાની ત્યારે કોરોનાની મહામારીમાં આવી સંસ્થાઓ જે ચલાવે છે તેમાં અનેક મેડીકલ કીટો આપવામાં આવતી હોય છે. ત્યારે સૌથી મોંઘી મેડીકલ કીટ હોય તો તેમાં ઓક્સિજન કોન્સેટ્રેટર છે. જેની કિંમત ૩૫ હજારની આસપાસ છે. ત્યારે નીGJ-૧૮ની એક નામાંકિત સંસ્થા પાસે આવા ૧૨ જેટલા ઓક્સિજન કોન્સીટ્રેટર છે, ત્યારે આટલી મોટી કિંમત હોવાથી ૩૦ હજાર ડિપોઝીટ અનએ ૭ દિવસ ફ્રી આપવામાં આવે છે. ૭ દિવસ પછી નજીવું ૫૦ રૂપિયા એક દિવસનું ભાડુ હોય છે. ત્યારે ઘણા લોકો ૩૦ હજાર ડિપોઝીટ ભરીને ઘરે તો લઇ ગયા, પણ કોઇજ મશીન પાછા આવ્યા નથી, કોરોનાની મહામારીમાં કોઇપણ દર્દી ૧૨ દિવસથી લઇને ૧૪ દિવસ ક્વોરોન્ટાઇન હેઠળ રહે, અને ખાસ એ વાત છે, કે ઓક્સિજનની જરૂરીયાત પડે તો બરાબર છે. ત્યારે દોઢ મહીનાથી અનેક લોકો સંગ્રહખોરી કરીને ઘરમાં સંતાડી રાખ્યા છે. કોરોનાં જ્યાં કોઇપણવાર પ્રભાવીત થયો નથી, ઓક્સીજનની જરૂરીયાત નથી, તો પહેલેથી જ ઘરમાં ખોસી દેતાં અનેક લોકોનાં જીવ પડીકે બંધાઇ ગયા છે.GJ-૧૮ ખાતે પણ જે સંસ્થાકીય સેવાઓ ચલાવે છે, તેમાં જે મેડીકલની ચીજવસ્તુઓ નગરજનો લઇ ગયા હતા તે પાછી આવી જ નથી, અનેક પોન કરવા છતાં પણ ન મળતાં હવે નગરહજનોમાં જે લોકો ડીપોઝીટ ભરીને વસ્તુઓ લઇ ગયા છે, તે દાદાગીરી કરી રહ્યા છે, ત્યારે જરૂરીયાત હોય તેના માટે કરેલી સેવામાં જે જરૂરીયાત સમજીને લઇ ગયા અને કમાવવાનું સાધન સમજીને દરરોજ ૧ હજારથી ૨ હજાર રૂપિયે ભાડે ચઢાવી દીધા છે, જેવો ગ્રાહક એવો બોકડો બનાવવાનો ત્યારે આવી વ્યક્તિઓ સામે ગુન્હો દાખલ કરવાની જરૂર છે, આવી સંસ્થાઓ પાસેથી જે જરૂરીયાતમંદ લોકો ઓક્સિજનથી કોન્સીટ્રેટર લઇ ગયા હતા. તેમના પરીવારમાં કોરોના છે, કે કેમ? અને ક્યારે સાજા થઇ ગયા? તે તપાસ કરવાની જરૂર છે, કારણ કે સંગ્રહખોરી અને નફાખોરીના રવાડે ચઢેલા જરૂરીયાત મંદોને વેપલો શરૂ કરી દેતાં ય્ત્ન-૧૮ ખાતે ઓક્સીજનની જરૂરિયાતના કારણએ અનેક લોકોએ જીવ ખોયા છે, સંસ્થાએ તો સારી ભાવનાથી કરેલું કામ પણ જરૂરીયાત મંદોએ કેટલો વેપેલાની તપાસ થવી જાેઇએ તેવી પણ માંગણી ઉઠવા પામી છે. ત્યારે એક જરૂરિયાત મંદેતો ૨૦ જગ્યાએ ભાડે ફેરવીને તગડો નફો કમાવીને સંસ્થાને પણ આપતો નથી.