કોરોનાની મહામારીમાં જે લોકોના ઓક્સિજન લેવલ ઘટી ગયું હોય ત્યારે દરેક હોસ્પિટલો રેમડેસીવીર ઇન્જેક્શન ની માંગ કરી રહી છે. ત્યારે આ ઇન્જેક્શનો મળતા નથી, અને નેતાઓ ને મળ્યા બાદ જાહેરમાં લોકોને આપી રહ્યા છે. ત્યારે મહત્વના રેમડેસીવીર ઇન્જેક્શન તંગી તથા કાળાબજાર સમયે ભાજપના અનેક સાંસદો જે રીતે બારોબાર રેમડેસીવીર ઈન્જેકશનો બારોબાર રેમડેસીવીર ઈન્જેકશનો બારોબાર મેળવી લે છે તે અંગે તપાસની માંગ કરતી એક અરજી દિલ્હી હાઈકોર્ટમાં કરવામાં આવે છે. હાલમાં જ ગુજરાતમાં નવસારીના સાંસદ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે રાજયમાં રેમડેસીવીરની એક પણ વાયલ મળતી ન હતી તે સમયે 10000 વાયલ બારોબાર મેળવી લીધા હતા અને તેમના મતક્ષેત્ર અને સુરતમાં ફ્રીમાં વહેંચ્યા હતા. આ જ રીતે મહારાષ્ટ્ર ભાજપના સાંસદ અને અન્ય સાંસદોએ પણ સરકારની પ્રક્રિયા ચાતરીને રેમડેસીવીર મેળવ્યા હતા.
સામાન્ય વ્યક્તિમાં રેમડેસીવીર મેળવવા કલાકો લાઈનમાં ઉભા રહે છે અને કાળાબજારના ભાવ ચૂકવે છે