જીવન પછીમૃત્યુ નિશ્ચિત છેત્યારેજે લોકો સમજી જાયઅનેગમે એટલું આપણું કરતા હોઈએપણછેલ્લો વિસામોમૃત્યુ નું ઘરએવું સ્મશાન જ છેત્યારેજેનેમોતનો ડર ના હોય અને સેવા કરવી છેતેવી અનેક વ્યક્તિઓસેવાભાવીઆજે મોજૂદ છેત્યારેઆવી વ્યક્તિ ને ઓળખો વિરમગામ શહેરના માંડલ દેત્રોજ ત્રણેય તાલુકામાં સેવાના ભેખધારી બિરજુ ગુપ્તાએ છેલ્લા ૩૫ વર્ષમાં રસ્તે રઝળતી બિનવારસી ૭૦૦થી વધુ માનવ લાશોની અંતિમક્રિયા કરી છે. ગમે ત્યાં બિનવારસી લાશના સમાચારમળે ત્યારે પહોંચી જાય. સૌ પહેલાં લાશની ઓળખ ચિહ્નના આધારે સગા સંબંધીને ઓળખવા પ્રયત્ન કરે છે. છેવટે અજાણી લાશ વ્યક્તિના વારસદાર કે સગા સંબંધી ના મળે ત્યારે સંપૂર્ણ સન્માન સાથે વિરમગામ શીવ મહેલ સાર્વજનિક સ્મશાનગૃહ ખાતે અંતિમક્રિયા કરતા અને અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ વખત રક્તદાન કરી મુખ્યમંત્રી હસ્તે સન્માનપત્ર મેળવ્યું હતું.
વિરમગામ પંથકમાં છેલ્લા એક વર્ષથી કોરોનાના કારણે મૃત્યુ પામેલની અંતિમક્રિયા કરવી, તળાવ નદી કે નર્મદા કેનાલ હોય કોઇ પડયુ હોય તો તેને લેવા અને કાઢવા ડિઝાસ્ટર ટીમ સાથે પહોંચી જાય, કુદરતી આપત્તી હોય કે હાઇવે ઉપર અકસ્માત થયો હોય ત્યાં બિરજુ ગુપ્તા પહોંચી જાય. સતત સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરતા રહ્યા અને અંતે જિંદગી સામે જંગ હારી ગયા
૨૦૦૧ના ભૂકંપમાં ૧૦,૦૦૦થી વધુ લોકોની રહેવા જમવાની વ્યવસ્થા સરકારી તંત્રને સાથે રાખી કરી હતી. પોતે હંમેશા એવું કહેતા કે કોરોના મારું કશું જ બગાડી ના શકે અને સતત સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરતા રહ્યા અને અંતે જિંદગી સામે જંગ હારી ગયા અને રાજમહેલથી શરૂ કરેલ યાત્રા શીવમહેલ અને અવધથી આજે અંતિમ શ્વાસ લીધા, અનંતયાત્રાએ ચાલ્યા ગયા. તેમના જવાથી વિરમગામ શહેર અને તાલુકાને ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે. સામાજીક કાર્યકર અને જીવદયાપ્રેમી અને માનવસેવાના કાર્યકર ગુમાવેલ છે.