તમિલનાડુમાં શુક્રવારે નવી સરકારનો કાર્યકાળ શરૂ થયો છે. વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ એમકે સ્ટાલિને રાજ્યના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા હતા. હવે કાર્યભાર સંભાળતાની સાથે જ તેમને પોતાનાં વચનો ઉપર કામ કરવાનું શરૂ કર્યું છે.
મુખ્યમંત્રી બનતાની સાથે જ સ્ટાલિને દુધમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો ઘટાડો કરી દીધો છે. તમિલનાડુમાં 16 મેથી દૂધની કિંમતોમા પ્રતિ લીટર 3 રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો છે. સાથે સાથે મહિલા મુસાફરો માટે સરકારી બસની મુસાફરી મફત જાહેર કરવામાં આવી છે. તેના માટે કોઈપણ પાસની પણ જરૂર રહેશે નહીં. મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે કે 100 દિવસની અંદર લોકોની ફરિયાદ નિવારણ આવશે. તેના માટે યોજના શરૂ કરવામાં આવી છે અને યોજનાનું નામ ‘તમારા વિસ્તારમાં મુખ્યમંત્રી’ એવું આપવામાં આવ્યું છે.
જેની આગેવાની આઇએએસ ઓફિસર કરશે. સાથે સાથે મુખ્યમંત્રી સ્ટાલિને વધુ એક જાહેરાત પણ કરી શકે રાજ્યની સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ દર્દીઓની સારવાર મફત થશે, અને તેનો તમામ ખર્ચ સરકાર આપશે.