કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ વધુ એકવખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને કેટલાક ઉપાયો જણાવ્યા હતા, જેથી દેશને કોરોનાથી બચાવી શકાય.
રાહુલ ગાંધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર
દેશને કોરોનાથી બચાવવા કર્યા સૂચના
કોવિડ વિરૂદ્ધ રસીકરણને લઈને કોઇ સ્પષ્ટ રણનીતિ નહીં હોવાની કરી વાત
રાહુલે પ્રધાનમંત્રી મોદીને આગ્રહ કર્યો હતો કે, કોરોના વાયરસના તમામ વેરિયન્ટનું વૈજ્ઞાનિક રીતે ઓળખ કરવામાં આવે. સાથે જ તેના વિશે દુનિયાને બતાવવામાં આવે અને તમામ ભારતીયોને કોરોનાની ઝડપથી રસી આપવામાં આવે.
ગરીબોને મદદ કરવા માટે રાહુલે PM મોદીને કરી અપીલ
સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને આરોપ પણ લગાવ્યો હતો કે, સરકારની નિષ્ફળતાને કારણે દેશ ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરના લૉકડાઉનના દરવાજે આવીને ઉભો રહ્યો છે. આવી સ્થિતિમાં ગરીબોને તત્કાલ આર્થિક મદદ કરવામાં આવે જેથી ગત વર્ષ જેવી સ્થિતિમાંથી તેમને પસાર ન થવું પડે.
કોવિડ સુનામીની ઝપેટમાં દેશ આવ્યો હોવાની કરી વાત
પત્રમાં રાહુલે કહ્યું- હું આપને ફરી એકવાર પત્ર લખવા માટે મજબૂર છું કારણ કે, આપણો દેશ કોવિડ સુનામીની ઝપેટમાં આવી ચૂક્યો છે. આ પ્રકારના સંકટમાં ભારતના લોકો આપની સૌથી મોટી પ્રાથમિકતા હોવી જોઇએ. હું આપને આગ્રહ કરું છું કે, તમારે દેશના તમામ લોકોને આ પીડામાંથી મુક્ત કરવા માટે સંભવ પ્રયાસ કરવો જોઇએ.
મ્યૂટેશન વિરૂદ્ધ રસીની અસર અને આકારણી
રાહુલ ગાંધીએ PM મોદીને પત્ર લખતા કોરોના મહામારી પર નિયંત્રણ મેળવવા માટેના 4 ઉપાયો સૂચવ્યા હતા. તેમણે કહ્યું કે…
વૈજ્ઞાનિક રીતે વાયરરસ અને તેના મ્યૂટેશનને દેશભરમાં ટ્રેક કરવામાં આવે. તેના માટે જીનોમ સિકેંસિંગ સાથે બીમારીની પેટર્ન સમજી શકાય.
તેમણે પ્રધાનમંત્રીને સૂચન કર્યું હતું કે, આ વાયરસ અને તેના વિભિન્ન સ્વરૂપો વિશે વૈજ્ઞાનિક રીતે ઓળખ કરવામાં આવે. તમામ નવા મ્યૂટેશન વિરૂદ્ધ રસીની અસર અને તેની આકારણી કરવામાં આવે.
તમામ લોકોને કોરોનાની રસી આપવામાં આવે.
કોવિડ વિરૂદ્ધ રસીકરણને લઈને કોઇ સ્પષ્ટ રણનીતિ નથી
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મને આ વાતનો ડર હતો કે, જે ડબલ મ્યૂટન્ટ અને ટ્રીપલ મ્યૂટન્ટને આપણ જોઇ રહ્યા છીએ તે શરૂઆત જ હોઇ શકે છે. તેમના પ્રમાણે, આ વાયરસને અનિયંત્રિત ઢંગથી પ્રસારિત ન થવું તે આપણા દેશના લોકો માટે ઘાતક સાબિત થઇ શકે છે. આ સાથે જ રાહુલે કહ્યું કે, કોવિડ વિરૂદ્ધ રસીકરણને લઈને કેન્દ્ર સરકાર દ્વારા કોઇ સ્પષ્ટ રણનીતિ નક્કી કરવામાં આવી નથી.