રાજ્યને ફાટકમુક્ત કરવાનુ મુખ્યપ્રધાને વચન આપ્યુ છે. જેને લઇને અનેક જગ્યાએ કામગીરી ચાલી રહી છે, જ્યારે કેટલીક જગ્યાએ પુરી થઇ ગઇ છે. ત્યારે ગાંધીનગર શહેરમાં પણ મહાત્મા મંદિર પાસે અંડરપાસ બનાવાયો છે. પરંતુ મુહુર્તના અભાવે કદાચ હજુ સુધી તેને ખુલ્લો મુકવામાં આવ્યો નથી. જેને લઇને ૫ નંબરના રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ફાટકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
ગાંધીનગર શહેરમા જીઇબીમા કોલસો લઇને આવતી અને હરિદ્ધારાની ટ્રેનનો સમય નોકરીયાતોને ઓફિસ સમય એક સાથે જાેવા મળે છે. જેને લઇને ઓફિસે આવન જાવન કરતા કર્મીઓનો સમય વેડફાય છે. ત્યારે મહાત્મા મંદિર પાસે બનાવાયેલો અંડરપાસ તૈયાર થઇ ગયો છે. પરંતુ હજુ સુધી તેને ખુલ્લો મુકવામાં આવ્યો નથી. જેને લઇને વાહન ચાલકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. અહિંયાથી નિયમિત પસરા થતા વાહન ચાલક વિરેન્દ્રસિંહ ઝાલાએ કહ્ય હતુ કે, સવારે અને સાંજે નોકરીએ જવાના સમયે જ ફાટક બંધ હોય છે. જેને લઇને કચેરીએ પહોંચવામાં મોડુ થઇ જાય છે. ત્યારે મહાત્મા મંદિર પાસે બનાવાયેલો અંડરપાસ ખોલી દેવામાં આવે તો આ મુસીબતમાંથી વાહન ચાલકોને છુટકારો મળી શકે તેમ છે. પરંતુ તૈયાર હોવા છતા અંડરપાસને કેમ ખુ્લ્લો મુકવામાં આવતો નથી તે સમજાતુ નથી.