GJ-18 ખાતે કોરોનાની મહામારીમાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અને GJ-18 ના સાંસદ અમીતભાઇ શાહ રૂબરૂ આવીને ૧૨૦૦ બેડની હોસ્પિટલ સે-૧૭ ખાતે બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ પછી આ જગ્યા મહાત્મામંદિર ખાતે બદલવામાં આવી છે, પણ જાહેરાતના દિવસ બાદ પણ કોઇ જ તડામાર તૈયારીઓ દેખાતી નથી. ત્યારે હરહંમેશા GJ-18 ને જ રુદન કરવાનું આવે છે. હાલ ૧૨૦૦ બેડની હોસ્પિટલની જે વાત હતી તેમાં અમદાવાદ ખાતે ૧૦૦ બેડની ૯ દિવસમાં બની ગઇ અને અહીંય તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર હોવા છતાં આવુ કરવા તંત્ર ફાંફા મારી રહ્યું છે. ત્યારે કોરોનાની મહામારીમાં હજારો પેશન્ટો આંટાફેરા કરી ચૂપા છે. બેડની હોસિપીટલ તો હજુ, ઠેકાણા નથી, પણ હા, GJ-18 ના હેલીપેડ ખાતે ડાઇવ થ્રુ વેક્સીનેશન સેન્ટર એક્ઝીબીશન આજથી શરૂ કરવામાં આવ્યું છે.પ્રાપ્ત માહિતીગાર આજથી સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ કલાક સુધીમાં ૪૫ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને ગેટ નં-૯, સેક્ટર-૧૭ ખાતે એક્ઝીબીશન ગ્રાઉન્ડમાં આરોગ્ય વિભાગ, ગાં.મનપા દ્વારા વેક્સીનેશન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.