કોરોનાની મહામારીના કારણે શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોને કોરોનાને બાનમાં લીધું છે. કોરોનાથી ગ્રામ્ય વિસ્તારોમાં મૃૃૃૃૃ આંક વધ્યો છે. ત્યારે પૂર્વ અમદાવાદ મ્યુ.કોમિશ્નર એવા વિજય નહેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવનારા દિવસોમાં ગામડાઓમાં કોરોનાના કેસ વધવાની પૂરી શક્યતા છે. ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે, પરંતુ જે લોકોને સામાન્ય લક્ષણો હોય તે જાતે જ ઘરે હોમ આઈસોલેશનમાં સારવાર કરતા હોય છે.
WHOના મતે પણ દેશના ગામડાઓમાં આગામી સમયમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી શકે છે. દેશમાં હાલ 15,000થી વધારે કોવિડ કેર સેન્ટર હાલ બની ચુક્યા છે. એક લાખ કરતાં બેડની સુવિધા ગામડામાં હાલ તૈયાર છે. ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને સર્વેલંસ અત્યંત જરૂરી છે. ઘરમાં સંક્રમણ વધારે ફેલાઇ રહ્યું છે.