કોરોનાની મહામારીમાં શહેરબાદ ગ્રામ્ય વિસ્તારોને ઝપેટનાં લીધા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં નવી બિમારી સાથે કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ બિલ્લી પગે મ્યુકોરમાઇકોસીસ નામની બિમારી અમરેલી યાર્ડના ચેરમેનનું મ્યુકર માઈકોસીસ બાદ બ્રેઈન સ્ટ્રોકથી મૃત્યુ હળવદમા બે, જામનગરમાં ૧ દર્દીની રોશની છિનવાઈ જામનગર કોવિડ હોસ્પિ.માં ૩૫ બેડનો એક મ્યુકર માયકોસીસનો વોર્ડ બનશે. જૂનાગઢમા ૧૫થી ૨૦ દર્દીઓ મ્યુકર માયકોસીસના લક્ષણો
કોરોના બાદ હવે મ્યુકર માયકોસીસ નામના ગંભીર રોગે કહેર મચાવવાનું શરૂ કર્યુ છે. ધીરે ધીરે મ્યુકર માયકોસીસનું સંક્રમણ વધી રહ્યુ છે.હવે આ બિમારી કોરોના કરતા પણ ખતરનાક થઈ રહી છે. કોરોના થયા બાદ સૌથી વધુ ડાયાબીટીસના દર્દીઓ અને સ્ટીરોઈડ લીધા હોય તેવા દર્દીઓમાં આ બિમારી વધુ જોવા મળી રહી છે.
મોરબીમાં મ્યુકર માયકોસીસના ૨૦૦, જામનગરમા ૩૫, હળવદમા ૬ અને પોરબંદરમા ૩ કેસ સામે આવ્યા છે.
જૂનાગઢમા પણ ૧૫થી ૨૦ દર્દીઓમા મ્યુકર માયકોસીસના લક્ષણો જોવા મળ્યા છે. હળવદમા બે અને જામનગરમા ૧ દર્દીની આંખની રોશની મ્યુકર માયકોસીસે છીનવી લીધી છે.તેમજ અમરેલી યાર્ડના ચેરમેનનું મ્યુકર માઈકોસીસની બિમારી બાદ બ્રેઈન સ્ટ્રોકથી મૃત્યુ થયુ છે.
મોરબી આઇએમએના પ્રમુખ ડો. વિજય ગઢીયાના જણાવ્યા મુજબ હાલ મોરબીમાં છેલ્લા વીસેક દિવસમાં મ્યુકોરમાઈકોસિસ ૨૦૦ કેસ એક્ટિવ છે.દરરોજના ૨૦ જેવા કેસો સામે આવે છે. કાન-નાક ગળાના ડૉ. હિતેશ પટેલે મ્યુકોરમાઈકોસિસના લક્ષણો અંગે કહ્યું હતું. કે, સામાન્ય ઈન્ફેક્શન થાય, સાથે નાક બંધ થવું, નાકમાંથી લોહી નીકળવું, શ્વાસ લેવામાં તકલીફ્, રસી પડવી, તાવ અને તાળવું કાળા રંગનું થઈ જવુ સહિતના લક્ષણો જોવા મળે છે. તેમજ સારવારમાં એમ્ફેટેરેસિન-બીના ઇંજેકશનો ૧૫થી ૨૧ દિવસ સુધી આપવામાં આવે છે. અને ઓપરેશન દ્વારા નાકમાંથી મ્યુકરને દૂર કરવામાં આવે છે.
જામનગર જિલ્લામાં મ્યુકર માયકોસીસના પણ ૨૦ દર્દી નોંધાયા હોવાનુ સિવિલના ઈએનટી સર્જન ડો. નીરલ મોદીએ જણાવ્યુ છે. તેમજ જિલ્લામા એક દર્દીએ આ બિમારીના કારણે આંખની રોશની ગુમાવી છે. ત્યારે હવે તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલમાં જ ૩૫ બેડનો એક વોર્ડ તૈયાર કરવામા આવી રહ્યો છે.
પોરબંદરની સરકારી કોવીડ હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી ભરચક છે ત્યારે કોરોનાની સારવાર લઈ રહેલ બે મહિલા અને એક પુરુષ મળી ત્રણ દર્દીઓમાં મ્યુકર માઇકોસીસનો રોગ જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલના આંખના તબીબ વિભૂતિબેન પાણખાણીયાએ જણાવ્યું હતું કે કોરોનાની સારવાર લઇ રહેલા ૪૦થી૪૫ વર્ષથી વધુ વયના આ ત્રણેય દર્દીઓમાં ફ્ંગલ ઇન્ફેક્શન જોવા મળ્યું છે.
હળવદના ઈશ્વરનગરમાં મ્યુકર માયકોસીસે દેખા દીધા બાદ પંથકના રાતાભેર ગામના બનેસંગભાઈ પરમાર તેમજ રાજુભાઈ ચૌહાણને તેમજ મેરૂપર ગામના ત્રિભોવનભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલ (જેઓની આંખ સાવ જતી રહી) અને દેવળીયા ગામના ઘીરજભાઈ અધારાને આ રોગ ના લક્ષણો જોવા મળ્યા હતા અને તેઓની રોશની જતી રહી છે અને અન્યને દાંત માં તકલીફ્ હોવાનું જાણવા મળ્યું છે.
ચીતલ ગામના વતની અને અમરેલી માર્કેટ યાર્ડના ચેરમેન મોહનભાઈ નાકરાણી ૧૫ દિવસથી મ્યુકર માયકોસીસની બિમારીની રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમને નાક,આંખમા થઈને મગજ સુધી અસર પહોંચી હતી. જો કે તેમનુ બ્રેઈન સ્ટ્રોકના કારણે મૃત્યુ થયાનુ તેમના પુત્ર અને જિલ્લા પંચાયતના સદસ્ય જયેશભાઈ નાકરાણીએ જણાવ્યુ હતુ. અમરેલીના ડિસ્ટ્રીકટ એપેડેમીક ઑફિસર ડૉ. એ. કે. સિંગએ જણાવ્યું કે જિલ્લામાં સત્તાવાર રીતે હજુ સુધી કોઈ દર્દી ડિટેકટ થયા નથી.
દરેક સરકારી અને ખાનગી દવાખાનાને આવા લક્ષણો ધરાવતા કોઇપણ દર્દી આવે તો તંત્રને જાણ કરવા જણાવાયું છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા આંઠ દિવસમાં મ્યુકર માયકોસીસના ૧૫થી ૨૦ જેટલા દર્દીઓમા લક્ષણો જોવા મળ્યા હોવાનું ખાનગી તબીબો જણાવી રહ્યા છે.
જો કે સિવિલ હોસ્પિટલમાં કોઈ જ વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. મ્યુકરમાયકોસીસ જુનો રોગ છે, આંખ પાસે ફ્ંગસ થાય છે, તેના કારણે આંખ, કાન અને નાક જ્યાં આ ચેપ લાગે તેની આસપાસના હાડકાં સડી જાય છે, જેથી ના છુટકે તે હાડકા કાપીને ત્યાં સફઈ કરીને સર્જરી જ કરવી પડે છે, તે જ એક ઉપાય છે, કોરોનાની સારવાર માટે જેમ રેમડેસીવર ઇન્જેક્શન જરૂરી છે, તેમ મ્યુકરમાયકોસીસની સારવાર માટે એમ્થોટેરીસીન બી નામનું ઇન્જેક્શન જરૂરી છે. એક દર્દીને આ ઇન્જેક્શનના ૫૦-૬૦ નો કોર્સ કરવો પડે છે, અને એક ઇન્જેક્શનની કિમત બે-ત્રણ હજારની છે, આ કોરોના કરતા પણ ઘાતક રોગ મ્યુકરમાયકોસીસના કેટલાક કેસો છેલ્લા આંઠ દિવસથી જૂનાગઢ શહેરમાં પણ દેખાયા છે, જેમાં બે આંખના દર્દી હતા તો બીજા નાક, કાન, ગળાના દર્દી હોવાનું સામે આવ્યું છે. આ અંગે જૂનાગઢ ખ્યાતનામ આંખના ડોક્ટર સંજીવ જાવિયાએ જણાવ્યું કે, મ્યુકરમાયકોસીસની જૂનાગઢમાં સારવાર શક્ય નથી જેથી મોટે ભાગે દર્દીને રાજકોટ અથવા અમદાવાદ રીફ્ર કરી દેવામાં આવે છે.