રાજ્યમાં કોરોનાાા સ્ફોટક સ્થિતિ સર્જાઇ છે. ત્યારે મોટાભાગના ધારાસભ્યો તેમના પુત્રો ફોન પણ ઉપાડતા નથી, ત્યારે ગોંડલના MLA ગીતાબા જાડેજાના
દીકરા દ્વારા કોરોના વાયરસના દર્દીઓ માટે સરાહનીય કામગીરી કરાતી હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા ગણેશસિંહ જાડેજા કોરોનાગ્રસ્ત પરિવારોના ઘરે ઘરે જઈને ખબરઅંતર પૂછી રહ્યા છે. આ સાથે જ દવાઓની કીટ પણ દર્દીઓને આપી હતી. દર્દીઓને ઉપયોગી કોરાનાની દવાનો જથ્થો લઈને ઘરે ઘરે કર્યું વિતરણ
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા ગણેશસિંહ જાડેજા કોરોનાગ્રસ્ત દર્દીઓની વ્હારે આવ્યા છે. ગણેશસિંહ જાડેજા ગોંડલના તમામ 82 ગામોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના ખબરઅંતર પૂછવા પહોંચ્યા હતા અને દર્દીઓને ઉપયોગી કોરોનાની દવાનો જથ્થો લઇ ઘરે ઘરે વિતરણ પણ કર્યું હતું. સાથે જ દર્દીઓને વધુ સારવારની જરૂર હોય તો હોસ્પિટલમાં બેડની પણ વ્યવસ્થા કરાવી આપી હતી. આ દરમિયાન ગણેશસિંહ જાડેજાએ દર્દીઓને કહ્યું કે, તમારે કોઇપણ મદદની જરૂર હોય તે મને તમે અડધી રાતે પણ ફોન કરી શકો છો. ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા ગણેશસિંહ જાડેજા ગોંડલ શહેર તેમજ તાલુકાના દરેક કોરોનાગ્રસ્ત દર્દીઓના સતત સંપર્કમાં છે.
ગુજરાતમાં કોરોનાનો ચિતાર
ગુજરાત રાજ્યમાં કોરોના સામેની લડાઇ વધુ મજબૂત થતી જઈ રહી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. રાજ્યમાં કોરોના વાયરસના કડક પ્રતિબંધોની અસર જોવા મળી રહી છે અને નવા કેસની સંખ્યા સતત ઓછી થઈ રહી છે. રાજ્યમાં મે મહિનાની શરૂઆત થઈ ત્યારથી કેસમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે ત્યારે એક્ટિવ કેસ તથા ગંભીર દર્દીઓ પણ ઓછા થઈ રહ્યા છે. આટલું જ નહીં રાજ્યમાં પોઝિટિવિટી રેટમાં પણ ઘટાડો આવી રહ્યો છે. હાલ રાજ્યમાં 1,39,614 એક્ટિવ કેસ, 786 વેન્ટિલેટર પર છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાના 11,084 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે આજે 121 લોકોના મોત નિપજ્યા છે. તો પ્રથમ ઘટના છે કે, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા બીજી વખત સાજા થનારનો આંકડો વધુ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સતત બીજા દિવસે 121 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8394 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 14,770 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધ%E