ગુજરાત સરકાર દ્વારા નવો વિધાનસભામાં આવેલો કાયદો ગુજરાત લે્ડ ઝેબિંગ (પ્રાબીશન) એકર હેઠળ નોંધાયેલી ફરીયાદને રદ કરવાનો GHC દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત સુત્રો તથા વિગતોનુસાર તા.૨૯-૯-૨૦૨૦ના રોજ રાજકોટના વાવડી ગામે જમીન મુદ્દે વિવાદ થયો હતો. આ વિવાદ બાદ પાંચ આરોપીઓ સામે તા.૧૬-૧૦-૨૦૨૦ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની વિવિધ ધારા અને ગુજરાત લેન્ડ ગ્રેબિંગ ( પ્રોહિબિશન) એક્ટની સેક્શન ૨ (C), ૪(૧), ૪(૩) અને ૫ (B) હેઠળ ફ્રિયાદ કરાઈ હતી. આરોપીઓમાં કોંગ્રેસના ભૂતપૂર્વ કોર્પોરેટરના પતિ કનકસિંહ જાડેજાનો પણ સમાવેશ થતો હતો.
જેમણે આ ફ્રિયાદને રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં અરજદારના વકીલ વિરાટ પોપટની રજૂઆત હતી કે, આ દિવાની પ્રકારની તકરાર છે. જેમાં ફ્રિયાદી અને અરજદાર વચ્ચે સમાધાન થયું છે. જેમની સામે ફ્રિયાદ થઈ છે તેઓ જમીનના માલિક છે અને ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટનો અમલ જમીન માલિક સામે થઈ શકે નહીં. બીજી તરફ ફ્રિયાદીએ પણ હાઈકોર્ટમાં વીડિયો કોન્ફરન્સીંગથી રજૂઆત કરી હતી કે, વિવાદમાં ઉકેલ આવી ગયો છે અને એફઆઈઆર રદ કરવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી.