ગુજરાતના શહેરમાં કોરોનાના કારણે દોઢ મહીનામાં ૨૫ જેટલા વેપારીઓના મૃત્યુ

Spread the love

કોરોનાની મહામારી બાદ નવાનવા રોગો આવી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજ્યના 36 શહેરોમાં મિનિ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. તેમજ અનેક શહેર-ગામો સ્વયંભૂ લોકડાઉન પાળી રહ્યા છે. આવા સમયે રાજકોટના દાણાપીઠ વેપારીઓએ હાલ્ફ ડે લોકડાઉન રાખવાનો નિર્ણય લીધો છે. દાણાપીઠ વેપારીઓએ હાલ્ફ ડે લોકડાઉન લંબાવ્યુ છે.

દાણાપીઠ વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે. રાજકોટની દાણાપીઠમાં ત્રણ વાગ્યા બાદ lockdown કરવામાં આવશે. દાણાપીઠ વેપારીઓએ નિર્ણય લીધો છે. દાણાપીઠના મોટા ભાગના વેપારીઓનો એક સુર જોવા મળ્યો હતો. રાજકોટની દાણાપીઠમાં કોરોનાને કારણે દોઢ મહિનામાં 25 જેટલા વેપારીઓના મૃત્યુ થયા છે.
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આગામી 20 તારીખ સુધી અડધા દિવસનું લોકડાઉન લંબાવાયું છે. દ્વારકા ની બજારો દરોજ બપોરે 2 વાગ્યા બાદ બંધ રહેશે. પાલિકા પ્રમુખ દ્વારા વેપારીઓને અપીલ કરતા બંધ લંબાવાયું છે.

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ હવે ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,084 કેસ નોંધાયા છે. જેની સામે 14,770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 121 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8394 પર પહોચ્યો છે.
રાજ્યમાં આજે 14770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,33,004 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,39,614 પર પહોંચ્યો છે. જેમાંથી 786 લોકો વેન્ટિલેટર પર અને 1,38,828 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.27 ટકા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 18, સુરત કોર્પોરેશન-7, વડોદરા કોર્પોરેશન 7, મહેસાણામાં 4, રાજકોટ 7, વડોદરા 5, રાજકોટ કોર્પોરેશન 6, જામનગર કોર્પોરેશમાં 8, સુરત 5, જૂનાગઢ 6, ભરુચ 2, પંચમહાલ 2, જામનગર 6, જૂનાગઢ કોર્પોરેશન 5, ભાવનગર કોર્પોરેશમાં 4, ગીર સોમનાથમાં-3, આણંદ-1, દાહોદ -1, કચ્છ 4, ખેડા 1, ગાંધીનગર 0, ભાવનગર 0, બનાસકાંઠા 2, પાટણ 1, અમરેલી 1, મહીસાગર 2, ગાંધીનગર કોર્પોરેશન 1, નવસારી-0, સાબરકાંઠા 3, અરવલ્લી 2, વલસાડ 0, દેવભૂમિ દ્વારકા-2, છોટા ઉદેપુર 2, નર્મદા 0, સુરેન્દ્રનગર 1, અમદાવાદ 1, તાપી 1, મોરબી 0, પોરબંદર 0, ડાંગ 0 અને બોટાદમાં 0 મોત સાથે કુલ 121 લોકોના મૃત્યુ થયા છે.

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2883, સુરત કોર્પોરેશન-839, વડોદરા કોર્પોરેશન 790, મહેસાણામાં 483, રાજકોટ 395, વડોદરા 371, રાજકોટ કોર્પોરેશન 351, જામનગર કોર્પોરેશમાં 348, સુરત 274, જૂનાગઢ 257, ભરુચ 248, પંચમહાલ 246, જામનગર 238, જૂનાગઢ કોર્પોરેશન 227, ભાવનગર કોર્પોરેશમાં 224, ગીર સોમનાથમાં-211, આણંદ-189, દાહોદ -184, કચ્છ 179, ખેડા 161, ગાંધીનગર 158, ભાવનગર 151, બનાસકાંઠા 143, પાટણ 142, અમરેલી 141, મહીસાગર 140, ગાંધીનગર કોર્પોરેશન 112, નવસારી-110, સાબરકાંઠા 108, અરવલ્લી 106, વલસાડ 98, દેવભૂમિ દ્વારકા-94, છોટા ઉદેપુર 84, નર્મદા 84, સુરેન્દ્રનગર 74, અમદાવાદ 72, તાપી 54, મોરબી 44, પોરબંદર 37, ડાંગ 20 અને બોટાદમાં 14 કેસ સાથે કુલ 11084 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,03,27,556 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 32,14,079 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,35,41,635 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 13,537 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 24,886 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 91,215 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com