જિલ્લાના વિવિધ ગામડાઓમાં ૭ દિવસ પહેલાં તા.2 મેએ એક જ દિવસમાં 3813 લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું જેમાંથી 127 લોકોનો રિપોર્ય પોઝિટીવ આવ્યો હતો.
આ રીતે જોવા જઈએ તો સાત દિવસ પહેલાં જિલ્લામાં પોઝિટીવિટી રેટ 3.3 ટકા નોંધાયો હતો. જો કે સાત દિવસમાં સ્થિતિ કાબૂ બહાર ચાલી ગઈ હોય તેવી રીતે ગઈકાલે તા.9મેએ એક દિવસમાં 3452 લોકોનો ટેસ્ટ કરાયો હતો જેમાંથી 395 લોકો પોઝિટીવ નીકળતાં રેટ 11.4 ટકાએ પહોંચી ગયો છે. નિષ્ણાતોના મતે ગામડાઓમાં આટલો પોઝિટીવિટી રેટ નોંધાવો અત્યંત ચિંતાની બાબત ગણવામાં આવતી હોય છે. એકંદરે જેમ જેમ ટેસ્ટીંગ વધારવામાં આવી રહ્યું છે
તેમ તેમ પોઝિટીવ કેસ પણ વધુ મળી રહ્યા હોય હવે આ રફ્તારને કેવી રીતે અટકાવવી તેની રણનીતિ ઘડવામાં સ્વાસ્થ્ય અધિકારીઓ લાગી ચૂક્યા છે. આ સાથે જ એક સપ્તાહમાં પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં 1394 દર્દીઓમાં વધારો થયો હોવાનું પણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા પરથી જાણવા મળી રહ્યું છે.ગઈકાલ સુધીમાં રાજકોટમાં કુલ 11303 પોઝિટીવ કેસ મળી ચૂક્યા છે અને તેમાંથી 1532 દર્દીઓની સારવાર ચાલી રહી છે જેમાંથી 274 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હોવાનું તો 625 જેટલા દર્દીઓ ડીસીએચસી-સીસીસીમાં સારવાર મેળવી રહ્યા છે તો 633 જેટલા દર્દીઓ હોમ આઈસોલેટ હોવાનું તંત્રએ જાહેર કર્યું છે.