સંસ્થાના પ્રમુખ હિરલબેન ચારણે જણાવ્યું છે કે હાલમાં ચાલતી કોરોના મહામારી અને રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલની સ્થાપના થવાની છે. કોરોના મહામારી બાદ હવે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મેડીકલ વ્યવસાયને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાના જંબુસર પાસે બલ્ક ડ્રગ પાર્ક અને રાજકોટમાં મેડિકલ ડિવાઇસીસ પાર્ક તૈયાર કરવા પાછળ રૂપિયા 12,000 કરોડનું મૂડીરોકાણ કરે કેવો અંદાજ છે. ત્યારે સુવર્ણ ભારત પીપલ ફોર હ્યુમનિટી અને સ્વર્ણિમ ભારત લેન્ડ લૂઝર્સ વેલ્ફેર એસોસીએશન દ્વારા દહેજ અને સાયખા જીઆઇડીસીમાં આઠ વર્ષથી ખાલી પડેલા પ્લોટો નવા ઉદ્યોગ સાહસિકોને મળે તેવી રજૂઆત ઉદ્યોગ વિભાગને કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખી ગુજરાતને મેડિકલ હબ બનાવવાની યોજના કેન્દ્ર અને ગુજરાત સરકારે અમલમાં મૂકી છે. જેના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ૧૦૦૦ એકર જમીનમાં બલ્ક ડ્રગ પાર્ક બનાવવાનું આયોજન છે. જેમાં રૂપિયા 11000 કરોડનું મૂડીરોકાણ થશે, તેમજ રાજકોટમાં ૩૦૦ એકર જમીનમાં મેડિકલ ડિવાઇસીસ પાર્કની સ્થાપના થશે. જેમાં ૧૫૦ કરોડનું મૂડી રોકાણ થવાનો અંદાજ છે.
હિરલબેન ચારણે જણાવ્યું હતું કે જંબુસર પાસે બલ્ક ડ્રગ પાર્ક તૈયાર થનાર છે, ત્યારે નજીકમાં આવેલી દહેજ અને સાયખા જીઆઇડીસીમાં વર્ષ 2008થી 14 દરમિયાન ખરીદાયેલા પ્લોટ આજ સુધી ખાલી પડ્યા છે. તેના પર કોઇ ઉદ્યોગોની સ્થાપના થઇ નથી. જીઆઇડીસીના નિયમ પ્રમાણે વધુમાં વધુ સાત વર્ષ સુધીમાં જે પ્લોટની ફાળવણી કરવામાં આવી હોય તેમાં ઉદ્યોગની સ્થાપના કરવાની હોય છે. જો સાત વર્ષના સમયમાં કોઈપણ ઉદ્યોગ શરૂ ના થયો હોય તો જીઆઇડીસીના પ્લોટ પરત મેળવી શકાય છે.
દહેજ અને સાયખા જીઆઇડીસીમાં હાલમાં 780 જેટલા પ્લોટ ખાલી પડયા છે, જેને આઠ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેવા પ્લોટો પરત લઇને નવા સાહસિક ઉદ્યોગપતિને ફાળવણી કરવી જોઈએ જેથી મૂડીરોકાણ અને રોજગારીમાં વધારો થઈ શકે તેમ છે.