GJ -1 ખાતે આટલી દુકાનો ખોલવાની CP ની મંજૂરી

Spread the love

 

કોરોના ની મહામારી માં વેપારી ઓના ધંધા ઉપર ભારે અસર થઈ છે .ત્યારે બેરોજગારી ,માલનો ભરાવો ,ભાડે દુકાન હોય તો દુકાન બંધ ,આવક બંધ ત્યારે GJ -1ખાતે ચશ્માની દુકાનો ખોલવા ટ્રાન્સપોર્ટ કંપનીઓને 50 ટકા સ્ટાફ સાથે કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે ચાલુ રાખવા, માલવાહક વાહનોને સ્થાનિક પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવા, ટીમ્બરના વેપારીઓને કાચો માલ, પેકિંગ મટીરિયલ્સ મોકલવા શહેર પોલીસ કમિશનર કચેરી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. માધુપુરા માર્કેટમાં ઓડ-ઈવન (એકી-બેકી) મુજબ દુકાનો ખોલવા મંજૂરી અપાઈ નથી.
આજ પ્રમાણે જ્વેલર્સની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ સોની-ઝવેરી બજારોમાં ફિક્સ પોઈન્ટ/પેટ્રોલીંગ ગોઠવવા માટે તમામ પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. કસ્ટમ ક્લિયરિંગ સ્ટાફને રાત્રિ ફરજ માટે સ્પેશિયલ બ્રાન્ચ પાસેથી કરફ્યૂ પાસ મેળવવા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓપ્ટિશિયન એસોસીએસન દ્વારા ચશ્મા એક મેડિકલ જરૂરિયાતની વસ્તુ છે અને ચશ્માની રિટેલ/હોલસેલ દુકાનો ખોલવા મંજૂરી માટે કરાયેલી માંગણીને ગ્રાહ્ય રાખીને ચશ્માની દુકાનો ખુલ્લા રાખવા મંજૂરી અપાઈ છે. ટ્રાન્સપોર્ટ કંપનીઓને 50 ટકા સ્ટાફ અને કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે ચાલુ રાખવા છૂટ અપાઈ છે.
કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવા સાથે વેપાર-ધંધા કરવામાં સરળતા રહે તે હેતુસર તાજેતરમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના અધ્યક્ષ સ્થાને અધિક પોલીસ કમિશનર સેક્ટર-1 અને સેક્ટર-2, સ્પે.બ્રાન્ચ અને GCCI તેમજ વિવિધ વેપારી સંગઠનો વચ્ચે યોજાયેલી ઓનલાઈન મીટિંગમાં હાલના કોરોના સંબંધિત પ્રતિબંધો અંગે વેપાર-ઉદ્યોગને નડતી સમસ્યાઓ અંગે રજૂઆત કરીને તે અંગે ઉકેલ લાવવાનો પ્રયાસ કરાયો હતો. આ મીટિંગમાં વિવિધ વેપારી એસોસિએસનો દ્વારા રજૂઆત કરીને તેનો નિકાસ લાવવા માંગણી કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com