દેશ માં કોરોના ની મહામારી રૂપે શહેર વાદ ગ્રામ્ય વિસ્તારોમાં સ્પીડ થી વધી રહી છે .ત્યારે ગામમાં સંક્રમણ ચટકાવવા અનેક નવા નિત નિયમો કાઢવા પડતાંહોય છે ત્યારે માધ્ય પ્રદેશ માં ગ્વાલિયરમાં ગ્રામિણ વિસ્તારોમાં કોરોનાનો ગ્રાફ સતત વધતો જાય છે. તેમ છતાં પણ આ વિસ્તારોમાં આઈસોલેટ કરવામાં આવેલા પોઝિટીવ દર્દી માનતા નથી, તેઓ ઘરમાં રહેવાને બદલે બહાર મન ફાવે ત્યાં ફરતા હોય છે. એટલા માટે ગ્રામિણ વિસ્તારોમાં સંક્રમણ ખૂબ વધી રહ્યુ છે. તેને રોકવા માટે ભિતરવાર તાલુકાએ નવી કવાયત શરૂ કરી છે. ઘરની બહાર ફરી રહેલા કોરોના પોઝિટીવ દર્દીની જાણકારી આપનારા લોકોને તંત્ર તરફથી 500 રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગામડામાં વધી રહ્યુ છે ઝડપથી સંક્રમણ ગ્વાલિયર જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં કોરોનાનો ગ્રાફ સતત વધતો જાય છે. જિલ્લાના મોહના, પનિહાર, ઘાટીગામ, ચિનોર, ઈંટમામાં કોરોના દર્દીઓની સંખ્યા એકાએક વધી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં અહીં 26 કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. જેથી અહીં હવે કુલ દર્દી 854 થઈ જતાં હડકંપ મચી ગયો છે.