કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે બીજો નવો રોગ મ્યુકોર માઈક્રોસીસ નામ નો ભરડો લઈ રહ્યો છે ત્યારે તેની સારવાર માટેજરૂરી એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનની તીવ્ર અછત સર્જાઈ છે.આ રોગની સારવાર કરતા ડોકટરો કહે છે કે 200 જેટલા દર્દીઓ છે. એક દર્દી દરરોજ છ ડોઝ ઇન્જેક્શન લે છે. આવી સ્થિતિમાં દરરોજ 1200 ડોઝ જોઈએ. લોકો મેડિકલ સ્ટોર્સથી લઈને હોસ્પિટલો અને ઓનલાઇન પણ ઇંજેક્શન લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
ડોકટરો કહે છે કે કોરોના પહેલાં ફક્ત એક કે બે કેસ જ આવતા હતા . આ ઇન્જેક્શનનો ઉપયોગ ઓછો થતો હતો. કોરોના પછી તેમજ ડાયાબીટીસ વધુ હોય તેવા લોકોને આ રોગ થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે, તેથી ઇન્જેક્શનની અછત સર્જાઈ છે.
ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ આના ઘણા કેસો છે.
એમ્ફોટોરિસિન બી ઇંજેક્શનની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ડોકટરોના મતે આ ઈંજેક્શન દર્દીને 15 દિવસથી દોઢ મહિના સુધી આપી શકાય છે. ડોકટરો દર્દીની સ્થિતિ આધારે નિર્ણય લે છે. આ ઈંજેક્શનની એક ડોઝ ની કિંમત 7000 રૂપિયા છે. એક દર્દી એક દિવસમાં છ ડોઝ લે છે.
ડાયાબિટીસના દર્દીઓમાં કોવિડને કારણે ફંગલ ઇન્ફેક્શન થાય છે. તે સામાન્ય રીતે નાકથી શરૂ થાય છે અને નાક હાડકા તેમજ આંખ સુધી ફેલાય છે. તે જડબાઓને પણ ઝપેટમાં લઇ લે છે. આવા દર્દીઓમાં જો નાકમાં સોજો આવે છે અથવા આંખોમાં ઓછું કે ધૂંધળું દેખાય તો તરત ડોક્ટર નો સંપર્ક કરવો જોઈએ. જો વધુ દિવસ અસર રહે તો મગજમાં પણ ફેલાય છે.