ગાંધીનગર સિવિલ હોસ્પિટલને ભ્રષ્ટાચારના અજગરે ભરડો લીધો છે. કોરોના માહામાંરીને ભ્રષ્ટાચારીઓ એ મોકો બનાવીને સિવિલ માં કોવિડ દર્દીઓના શ્વાસના સોદા રૂપે હોસ્પીટલ દાખલ કરવાની દાખલ કરવાના નામે લેભાગુ લાલચુ ગીધડા ઓ પૈસા લઈ દાખલ કરાવતા હોવાના ભ્રષ્ટાચારનું ઘટસ્કોટ થવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સારવાર માટે આવતા દર્દીઓ પાસેથી બેડ ફાળવવા માટે દર્દી દીઠ ૩૦ થી ૪૦ હજાર જેવી માતબર રકમો ખંખેરી લેવામાં આવી હોવાના કિસ્સા ભારે ચર્ચામાં છે. તેમા વિગતોમાં એવું જાગર થવા પામ્યુ છે. હજાર તથા વેન્ટિલેટર સાથેનો બેડ જાેઈએ તો ૩૫ થી ૪૦ હજાર રૂપિયા ભાવ સિવિલમાં ઉઘરાવવામાં રહ્યા છે.
અગાઉ જ્યારે દર્દીઓ સિવિલમાં દાખલ થવા માટે બહાર લાઈનો લગાવી જીવન- મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. ત્યારે જ મોકાનો લાભ ઉઠાવી આવા માનવ રૂપી ગીધડાઓ પૈસા રળી રહ્યા હતા. સંકુલમાં ચર્ચાતી વાતો મુજબ આ સિવિલમાં ફરજ બજાવતા કેટલાક માનવરૂપી ગીધડાઓ એ માનવતા ને ત્યજી ને દર્દીઓના પરિવારજનો પાસેથી પૈસા લઇને દર્દીઓને દાખલ કરતા હોવાની વાતો ભારે ઉઠી રહી છે.
આ કૌભાંડમાં વ્યવસ્થિત નેટવર્ક ઉભું કરી ને વોર્ડ બોય સામે પણ શંકા સેવાઈ રહી છે . તેમજ એક ઓથોપેટીક તબીબની પણ સંડોવણી ઉજાગર થવા પામી છે. હવે જાેકે આ બાબતે સિવિલ તંત્ર માં કોઈ ની જવાબદારી ફિક્સ કરવામાં આવેલ ન હોઈ . કોની સામે પગલાં લેવા જેવું તંત્ર વિચારે ચઢ્યું હોય તેવું વાતાવરણ સર્જાયું છે.
આ હોસ્પિટલમાં આવનારા દર્દીઓ ના શ્વાસ કિંમતી હતા. ત્યારે ઉપરોક્ત નેટવર્ક બેરોકટોક ચાલતું હતું પૈસા કમાવાની આ શેતાનીક વૃત્તિ એ અનેક નિર્દોષોના જીવ લીધા છે. આ બાબત ગંભીર હોવા છતાં તબીબી અધિક્ષક જાણે જવાબદાર કર્મીઓને સજા કરવાની ઈચ્છા ધરાવતા ન હોઈ તેમ અત્યાર સુધી પગલા ઉપરથી જણાઈ રહ્યું છે.
આટલી ગંભીર બાબત હોવા છતાં તેને અટકાવવા કે જવાબદાર સામે પગલાં લેવાનો કોઈ કડક પ્રયાસ કરવામાં આવી રહ્યું નથી. ફક્ત એકફરફરયું લખીને કચુરવારો ને જાણે માફી આપી દીધી છે .આવા નબળી વૃત્તિ ધરાવતા તેમજ ભ્રષ્ટાચારી ઓને જાણે અજાણે મદદરૂપી થતા હોય તેવો લૂલો બચાવ કરતા તંત્ર ના વાડા ને ક્યાં સુધી આ જીલ્લાની પ્રજા એ સહન કરવા પડશે ? સંકુલના વેપારીવર્ગ માંથી જણાવા મળ્યા મુજબ એવી ચોંકાવનારી હકીકત ચર્ચાઈ રહી છે કે આ કૌભાંડમાં ખાનગી પ્રેક્ટિસ કરતા એક તબીબી સામે હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અને તેમની સાથે પેરામેડિકલ સ્ટાફ પણ કૌભાંડમાં સામેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જાેકે સિવિલ સુપ્રીટેન્ડર દ્વારા આજે જારી કરવામાં આવેલ પરિપત્રમાં જણાવ્યું છે કે કોઈ સ્ટાફ દાખલ કરવા માટે લાગવગ લગાવીને દર્દીના સગા પાસેથી પૈસા વસૂલ કરી રહ્યો છે. દર્દીને નોન કોવિડ કર્યા બાદ તેમકોવિડ વોર્ડ માં રીફર કરવામાં આવે છે. આ પ્રકારનું કૃત્ય પેનડેમિક એકર નિયમ વિરુદ્ધ અને ગેરકાયદેસર છે. આવા તત્વો સામે પગલાં ભરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તેમજ આવા તત્વો સામે ગુનો દાખલ કરી રિક્ષાત્મક પગલાં ભરવાની ચીમકી આપી છે. પ્રથમ નજરે જ આ ચીમકી ગુનાહિત તરફદારી કરવામાં આવશે તેવી લાગી રહી છે જાે તંત્રના વડા તરીકે આ વાત તેઓ જાણતા હતા ત્યારે અગાઉ જે તે સમયે તેમણે આવી ચેતવણી કેમ ના આપી અને ગુનેગારોને જાણે છૂટ આપી હોય તેવી ચૂપકીદી સાધી હતી તે સમગ્ર તંત્રની પોલ ખૂલે છે.