ED એ સામાન્ય લોકો માટે જારી કરી ચેતવણી, 7 વર્ષ સુધીની જેલ ઉપરાંત સંપત્તિ પણ જપ્ત થઈ શકે છે- જાણો કેમ

Spread the love

 

ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ સામાન્ય લોકો માટે એક ચેતવણી જારી કરી છે. આ ચેતવણી દેશના કરોડો સામાન્ય લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેની અવગણના કરવા બદલ તમે માત્ર જેલ જ નહીં જઈ શકો, પરંતુ તમારી સંપત્તિ પણ જપ્ત (કુર્ક) થઈ શકે છે. જી હાં, ED એ દેશના સામાન્ય લોકોને ઓનલાઈન સટ્ટાબાજી (Betting) અથવા જુગારના પ્રચાર કે તેમાં રોકાણ કરવાથી દૂર રહેવાની સલાહ આપી છે.

ED એ કહ્યું છે કે ગેરકાયદેસર સટ્ટાબાજી અને જુગાર માત્ર આર્થિક નુકસાન જ નથી પહોંચાડતા, પરંતુ મની લોન્ડરિંગ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન આપે છે.

ED એ સામાન્ય લોકોને આપેલી સલાહમાં શું કહ્યું છે?

  • તમારું બેંક એકાઉન્ટ, ડેબિટ કાર્ડ, UPI ID અથવા વોલેટ અન્ય કોઈને વાપરવા ન દો.
  • સોશિયલ મીડિયા પર મળતા “હાઈ રિટર્ન” (High Return) અથવા “પેસિવ ઇન્કમ” (Passive Income) વાળા લિંક પર ક્લિક ન કરો.
  • કોઈપણ ટેલિગ્રામ અથવા વોટ્સએપ ગ્રુપમાં જોડાશો નહીં જે સટ્ટાબાજી કે જુગારનો પ્રચાર કરે છે.
  • જો કોઈ વ્યક્તિ જાણીજોઈને આવી પ્રવૃત્તિમાં સામેલ હોવાનું જણાય, તો PMLA કાયદા હેઠળ 7 વર્ષ સુધીની જેલ અને સંપત્તિ જપ્તી થઈ શકે છે.
  • જો તમને લાગે કે તમારા ખાતાનો ખોટી રીતે ઉપયોગ થયો છે, તો તરત જ બેંક અને પોલીસને જાણ કરો.

ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડીઓ સામે મોટી કાર્યવાહી

ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ કથિત ગેરકાયદેસર સટ્ટાબાજીની વેબસાઇટ 1xBet ના સંચાલન સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ભારતના પૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની કુલ 11.14 કરોડ રૂપિયાની સંપત્તિઓ જપ્ત કરી છે. 1xBet વિરુદ્ધના કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ધવનની 4.5 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત અને રૈનાના 6.64 કરોડ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડને જપ્ત કરવાનો કામચલાઉ આદેશ જારી કરવામાં આવ્યો છે. EDની તપાસમાં બહાર આવ્યું છે કે બંને પૂર્વ ક્રિકેટરોએ ‘સ્થિતિ જાણતા હોવા છતાં 1xBet’ અને તેના સહયોગીઓના પ્રચાર માટે વિદેશી કંપનીઓ સાથે કરાર કર્યા હતા.

ED એ 1xBet અંગે શું માહિતી આપી છે?

  • 1xBet ભારતમાં હજારો નકલી (“મ્યુલ”) બેંક ખાતાઓ દ્વારા પૈસાની લેવડદેવડ કરી રહ્યું હતું.
  • અત્યાર સુધીમાં 6000 થી વધુ નકલી ખાતા સામે આવ્યા છે.
  • આ નકલી ખાતાઓ દ્વારા સટ્ટાબાજીની રકમને અલગ-અલગ પેમેન્ટ ગેટવે પરથી ટ્રાન્ઝેક્ટ કરવામાં આવી હતી જેથી સાચા સ્ત્રોતને છુપાવી શકાય.
  • તપાસમાં જાણવા મળ્યું કે ઘણા પેમેન્ટ ગેટવે કોઈપણ KYC વેરિફિકેશન વિના જ વેપારીઓ (મર્ચન્ટ) જોડી રહ્યા હતા.
  • મની લોન્ડરિંગનું કુલ ટ્રેલ ₹1000 કરોડથી વધુનું છે.

ED એ 60 થી વધુ બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા

ED એ આ કેસમાં ચાર પેમેન્ટ ગેટવે પર દરોડા પાડ્યા છે અને 60 થી વધુ બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કર્યા છે. અત્યાર સુધીમાં ₹4 કરોડથી વધુની રકમ ફ્રીઝ કરવામાં આવી છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ શંકાસ્પદ ઓનલાઈન જાહેરાત અથવા ટ્રાન્ઝેક્શનની માહિતી તાત્કાલિક સ્થાનિક પોલીસ અથવા ED ને આપે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *