ગુજરાતમાં જ નહીં, દેશભરના ગરીબ અને મધ્યમવર્ગ માટે કમરતોડ મોંઘવારીથી આજે જીવવું મુશ્કેલ: કોંગ્રેસ

Spread the love

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન જયનારાયણ વ્યાસે (Jaynarayan Vyas, Congress) જણાવ્યું હતું કે, રોટી, કપડા ઔર મકાન ચલચિત્રની નીચેની પંક્તિઓ મારા મનમાં ગૂંજી રહી છે. “પહેલે મુઠ્ઠીભર પૈસે સે થેલા ભર શક્કર આતી થી આજ થેલા ભર પૈસે સે મુઠ્ઠીભર શક્કર આતી હૈ…” કમરતોડ મોંઘવારી (Inflation) અને ખાધાખોરાકીની ચીજવસ્તુઓના અસહ્ય ભાવવધારાને કારણે માત્ર ગુજરાતમાં જ નહીં દેશભરના ગરીબ અને મધ્યમવર્ગ માટે કમરતોડ મોંઘવારી આજે જીવવું મુશ્કેલ બનાવી રહી છે.

આજની પરિસ્થિતી કઈ દિશામાં જઈ રહી છે તેનું તાદૃશ્ય ચિત્ર ભારત સરકારના નીતિઆયોગ તેમજ ભારતીય રિઝર્વ બેન્ક (Indian Reserve Bank) પાસેથી ઉપલબ્ધ આંકડાઓ ઉપર આધારિત રહી અહીં રજૂ કર્યું છે.

ગુજરાતનું ‘થાલીનોમિક્સ’ કેવું છે?

પહેલે મુઠ્ઠીભર પૈસે સે થેલા ભર શક્કર આતી થી…

આજ થેલા ભર પૈસે સે મુઠ્ઠીભર શક્કર આતી હૈ…!!

•કમરતોડ મોંઘવારી અને ખાધાખોરાકીની ચીજવસ્તુઓના અસહ્ય ભાવવધારાને કારણે માત્ર ગુજરાતમાં જ નહીં દેશભરના ગરીબ અને મધ્યમવર્ગ માટે કમરતોડ મોંઘવારી આજે જીવવું મુશ્કેલ બનાવી રહી છે : જયનારાયણ વ્યાસ

GPCC Pressnote 6-11-2025

કેટલાક મિત્રોને સરકાર વિરુદ્ધ કશું જ લખાય એ ગમતું નથી

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા તેમજ અન્ય આધારભૂત સ્રોતમાંથી ઉપજેલ વિગતો ખંખોળવાનું કામ આજની પરિસ્થિતિના અનુસંધાને શરૂ કર્યું કેટલાક મિત્રોને સરકાર વિરુદ્ધ કશું જ લખાય એ ગમતું નથી. એમને મન અત્યારે સમૃદ્ધિનો સુવર્ણયુગ ચાલી રહ્યો છે અને એમાં કોઈ જ નકારાત્મક વાતો માટે અવકાશ ન હોવો જોઈએ. અમને પણ હકારાત્મક વિચારસરણી સાથે જ હંમેશાં નિસ્બત રહી છે. શુભત્વની શક્તિમાં અમારો વિશ્વાસ આજે પણ અટલ છે. રાજકુમાર સિદ્ધાર્થને ગરીબી, ઘડપણ, રોગ અને મૃત્યુ જેવી બાબતો નજરે જ ન ચડે જેથી એમનામાં વૈરાગ્ય ના આવે એવી જડબેસલાક ગોઠવણ એમના રાજવી પિતાશ્રીએ કરી હતી અને આમ છતાંય વરવી વાસ્તવિકતા એમના સુધી પહોંચી ગઈ અને આપણને ભગવાન તથાગત બુદ્ધ મળ્યા. બરાબર આ જ રીતે આ દેશની પચાસ ટકા વસતી જે સંસાધનો અને સંપત્તિનો દસ ટકા કરતાં પણ ઓછો હિસ્સો ધરાવે છે, તેમને મોંઘવારી નડે છે તે વાતનો સ્વીકાર અને કોઈ પણ સરકાર (Government) હોય એમને રાહત મળે એ અંગેની જોગવાઈ કરે તો સારું લાગે એ હેતુથી માત્ર હકીકતો સામે પ્રકાશ ફેંકવાનું કામ કર્યું છે.

નીચલો મધ્યમ વર્ગ લગભગ 35 થી 45 ટકા જેટલી પોતાની કુલ આવક ખાદ્યપદાર્થો પાછળ ખર્ચે છે

મોંઘવારી (Inflation) ની વાત પર આવીએ તો જાન્યુઆરી-જુલાઈ 2024 અને જાન્યુઆરી-જુલાઈ 2025 વચ્ચે ખાધાખોરાકી (Food and nutrition)ની ચીજવસ્તુઓની છૂટક બજારમાં કિંમતો (Market Prize) કેટલી વધી છે તેનો એક તુલનાત્મક અભ્યાસ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. ગરીબ (Poor) પોતાની કુલ આવકના 40 થી 70 ટકા જેટલી રકમ ખાધાખોરાકી પાછળ ખર્ચે છે, જ્યારે નીચલો મધ્યમ વર્ગ (Lower Middle Class) લગભગ 35 થી 45 ટકા જેટલી પોતાની કુલ આવક ખાદ્યપદાર્થો (Food) અને સંલગ્ન સામગ્રી પાછળ ખર્ચે છે. એટલે આ કિંમતો વધે તો એના બજેટખર્ચ (Budget Expenditure)માં વધારો થાય અને પરિણામે થોડીઘણી પણ બચત (Saving) ના રહે અથવા સાજા-માંદા કે વિવાહ/મરણ જેવા પ્રસંગે ખર્ચો કરવા માટે કરજ કરવું પડે, જેમાંથી એ ક્યારેય બહાર ન નીકળી શકે એ વાત મારા એ સદ્રસીબ મિત્રો જેમને બેસુમાર આવક છે અથવા આવકનાં સાધનો એવાં છે કે ગમે તે રસ્તે એમની જરૂરિયાતો પૂરી થઈ શકે છે તેમણે સમજવું પડશે.

હવે આ પરિપ્રેક્ષ્‍યમાં નીચેનાં કોઠા ઉપર નજર નાખીએઃ

કોઠો 1: જાન્યુઆરી-જુલાઈ 2024, જાન્યુઆરી-જુલાઈ 2025ના સરખા ગાળામાં ખાદ્યપદાર્થોની કિંમતો

નં. વસ્તુ સમયગાળો જાન્યુઆરી-જુલાઈ 2024 રૂપિયામાં સમયગાળો

જાન્યુઆરી-જુલાઈ-2025 રૂપિયામાં અગાઉના વર્ષની દરમિયાન સરેરાશ કિંમત સરખામણીમાં વૃધ્ધિ ટકાવારીમાં રીમાર્ક

૧. આટો-લોટ 35/35 રૂ 38/45 રૂ 20 થી 25 ટકા પ્રતિ કિલો

૨. અડદની દાળ 120/140 રૂ 150/180 રૂ લગભગ 20 થી 25 ટકા પ્રતિ કિલો

૩. ડુંગળી 30-40 રૂ 50-70 રૂ 60-80 પ્રતિ કિલો

૪. ટામેટા 40-60 રૂ 50-80 રૂ લગભગ 25 થી 30 ટકા પ્રતિ કિલો

૫. બટાકા 20-25 રૂ 25-35 રૂ લગભગ 30 થી 40 ટકા પ્રતિ કિલો

૬. ખાંડ 40-50 રૂ 42-46રૂ લગભગ 05 થી 08 ટકા પ્રતિ કિલો

૭. સરસિયું 110-120 રૂ 115-125 રૂ લગભગ 04 થી 05 ટકા પ્રતિ લીટર

૮. દૂધ 56-60 રૂ 60-66 રૂ લગભગ 06 થી 08 ટકા પ્રતિ લીટર

વિત્તમંત્રી નિર્મલા સીતારામન ખાનપાનની અર્થવ્યવસ્થાને “થાલીનોમિક્સ’ કહે છે

ઉપરના કોઠા પરથી જોઈ શકાશે કે 2025ના કિસ્સામાં અગાઉના વર્ષ (2024)ના એકસરખા ગાળામાં ખાદ્યપદાર્થોના ભાવોમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થઈ છે. આપણા વિત્તમંત્રી નિર્મલા સીતારામન (Nirmala Sitaraman) ખાનપાનની અર્થવ્યવસ્થાને “થાલીનોમિક્સ’ (Thalinomix) કહે છે. ગરીબ અને મધ્યમવર્ગ માટે એને ઉપલબ્ધ સામાન્ય ખાદ્ય વસ્તુઓની અર્થવ્યવસ્થાની રેલગાડી પાટા પરથી ઉતરી ગઈ એવું હકીકતો કહે છે. એમાં પણ દાલ, આટો, શાકભાજી જેવી આવશ્યક ખાદ્યની ચીજવસ્તુઓના ભાવોમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થઈ છે. સરખા સમયગાળામાં જીડીપી વૃદ્ધિદર લગભગ સ્થગિત રહ્યો છે એટલે કે આવકમાં પ્રમાણમાં વૃદ્ધિ થઈ નથી. ખાદ્યપદાર્થોમાં પણ ખાસ કરીને ડુંગળી તેમજ આટો અને અડદની દાળ જેવા સમતોલ આહારમાં જરૂરી ખાદ્યપદાર્થોમાં ભાવોમાં ઉછાળો આવ્યો છે, પ્રમાણમાં ખાંડ અને તેલ જેવી વસ્તુઓમાં ઉછાળો ઓછો આવ્યો છે.

દેશના ટોચના 10 જિલ્લાઓમાંથી ગુજરાતના 4 અતિ કુપોષિત જિલ્લાઓમાં આવે છે

અગાઉ જણાવી ગયા તે પ્રમાણે ગરીબીની રેખાથી સહેજ ઉપર એવા નીચલા મધ્યમ વર્ગના પરિવારો પોતાની આવકનો એક મોટો હિસ્સો ૩૫થી ૪૫ ટકા ખાધાખોરાકીની ચીજવસ્તુઓ પર ખર્ચે છે. ગરીબના કિસ્સામાં આ હિસ્સો 40 થી 70 ટકા છે તે વાત સાચી પણ એને પાંચ કિલો ઘઉં મફત મળે છે, જે મળવા જ જોઈએ અને સાથોસાથ બાકીની જીવનજરૂરિયાતની વસ્તુ પણ રેશનીંગની દુકાનેથી વ્યાજબી ભાવે મળે છે એટલે નિમ્ન મધ્યમ વર્ગની માફક જેમની આવક સીમિત હોય અને ખાદ્યપદાર્થોના ભાવોમાં સહેજ પણ વધારો પોતાનું બજેટ સમતોલ કરવામાં મુશ્કેલી સર્જી શકે એટલી હદે પરિસ્થિતિ વિષમ બનતી નથી. આને કારણે નિમ્ન મધ્યમ વર્ગ પોતાના ‘થાલીનોમિક્સ’ પર કાતર ચલાવી એમાં કાપકૂપ કરવા માટે મજબૂર બને છે, જેની સીધી અસર પોષણની ગુણવત્તા પર પડે છે. ભારત સરકારે તાજેતરમાં જાહેર કરેલ ‘નેશનલ ફેમિલી હેલ્થ સર્વેપ’ના આંકડા મુજબ દેશના ટોચના 10 જિલ્લાઓમાંથી ગુજરાત (Gujarat)ના 4 અતિ કુપોષિત (Malnourished) જિલ્લાઓમાં આવે છે. આ ભારત સરકારના આંકડા છે એટલે કોઈ રાજકીય દ્વેષબુધ્ધિથી એને જોવાની જરૂર નથી.

માનવ વિકાસનો સૂચકાંક મધ્યમ કક્ષાનો હોય તે કેટેગરીમાં સૌથી છેલ્લા ક્રમે ગુજરાત

હવે મધ્યમવર્ગની વાત પર આવીએ તો મધ્યમવર્ગીય પરિવારો પોતાની કુલ માસિક આવકના 30 થી 50 ટકા જેટલી રકમ ભોજન પર ખર્ચ કરે છે. આપણે સ્વીકારી કે મધ્યમવર્ગ પાસે નિમ્ન મધ્યમવર્ગની તુલનામાં પ્રમાણમાં વધારે વિત્તીય ક્ષમતા અને બચત કરવાની ક્ષમતા હોય છે, જેનો ઉપયોગ શિક્ષણ, સ્વાસ્થ્ય અને મનોરંજન બજેટ માટે થતો હોય છે એટલે મધ્યમ વર્ગના ઉપરના વર્ગની સ્થિતિ કદાચ ખાણીપીણી બાબતમાં સારી હશે પણ મોંઘવારીને કારણે એમનાં બાળકોના શિક્ષણ, સ્વાસ્થ્ય અને મનોરંજનના બજેટ ઉપર ચોક્કસપણે ભારણ આવે છે. યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માનવ વિકાસનો સૂચકાંક બહાર પાડવામાં આવે છે, જેના તાજેતરના આંકડા ચોંકાવી દે તેવા છે. ભારત વૈશ્વિક કક્ષાએ આ આંક મુજબ 130મા નંબરે છે, જ્યારે ગુજરાત ભારત (India)માં 20મે નંબરે આવે છે એટલે કે, માનવ વિકાસનો સૂચકાંક મધ્યમ કક્ષાનો હોય તે કેટેગરીમાં સૌથી છેલ્લા ક્રમે ગુજરાત આવે છે. આપણા સૌ માટે આ ચિંતાનો વિષય હોવો જોઈએ.

દુનિયાના વિકસિત દેશોની સરખામણીમાં ભારત ખૂબ પાછળ છે

યુનાઇટેડ નેશન્સ (UN) ડેવલોપમેન્ટ પ્રોગ્રામ દ્વારા આપવામાં આવેલ વર્ગીકરણ પ્રમાણે 193 દેશોમાંથી ભારતનો નંબર 130મો આવે છે. આમ દુનિયાના વિકસિત દેશોની સરખામણીમાં ભારત ખૂબ પાછળ છે. જે દેશમાં લોકો લાંબું આયુષ્ય ભોગવતા હોય, માથાદીઠ આવક વધારે હોય અને શિક્ષણનું સ્તર ઊંચું હોય તે દેશનો નંબર ટોચ પર આવે છે. માનવ વિકાસના સૂચકાંકની દૃષ્ટિએ પરિસ્થિતિ નીચેના કોઠા મુજબ છે:

કોઠો-2 : માનવ વિકાસ સૂચકાંક (HDI) – 2023

ક્રમ દેશ માનવ વિકાસ સૂચકાંક (HDI)

1. આઈસલેન્ડ 0.972

2. નોર્વે 0.9

3. સ્વિત્ઝરલેન્ડ 0.970

4. ડેન્માર્ક 0.962

5. જર્મની 0.959

6. સ્વીડન 0.969

7. ઑસ્ટ્રેલિયા 0.958

8. હોંગકોંગ-ચીન(SAR) 0.955

9. નેધરલેન્ડ્સ 0.955

10. યુનાઇટેડ સ્ટેટ્સ 0.938

130. ભારત 0.685

સંદર્ભઃ UNDP હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ 2025

પહેલો દેશ ત્યાર બાદ રાજ્ય, ત્યાર પછી સામાન્ય માણસ અને છેલ્લે રાજકીય પક્ષ

પછી આ જ રીતે, ભારતના કુલ 36 રાજ્યોમાં ગુજરાત લક્ષદ્વીપ અને મેઘાલય જેવા રાજ્યોથી પણ પાછળ છેક 25મા નંબરે આવે છે. દેશના ટોચના દસ કુપોષિત જિલ્લાઓમાં ગુજરાતના ચાર જિલ્લા આવે છે. આમ, દેશમાં વિકાસનું મૉડેલ ગણાતું ગુજરાત હકીકતોની દૃષ્ટિએ આપણે જો ખરેખર ગુજરાતના હિતેચ્છુ હોઈએ તો વાસ્તવિકતા સમજી અને એને અનુસાર ગુજરાત વિકાસના માર્ગ પર આગળ વધે એ દિશામાં જાગૃત લોકમત થકી કોઈ પણ પક્ષની સરકાર હોય એને પ્રેરિત કરવી જોઈએ. પહેલો દેશ ત્યાર બાદ રાજ્ય, ત્યાર પછી સામાન્ય માણસ અને છેલ્લે રાજકીય પક્ષ અને એની ગણતરી આવવી જોઈએ. જે દિવસે આવું થશે તે દિવસે ગુજરાતની તાસીર સાવ જુદી હશે એમાં કોઈ શંકા નથી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *